News of Sunday, 1st September 2024
અરવલ્લીમાં તીડના આતંકથી સ્થાનિકોમાં હાલ થયા બેહાલ
ઇસરી અને ખુમાપુર સહિતના પંથકમાં તીડ જોવા મળ્યા હતા જો વરસાદમાં લાંબો વિરામ રહેશે તો તીડનો ભય છે

અરવલ્લી,તા.૧,
અરવલ્લીમાં વરસાદ બાદ ખેડૂતો પર એક પછી એક આફત આવી રહી છે. જેના પગલે ખેતીના પાકમાં માઠી અસર બેઠી છે. હવે ધરતી પુત્ર પર તીડ (Locus)નો આતંક જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે,અરવલીના ગ્રામીણ વિસ્તારોમાં ફરી એકવાર તીડનો આતંક જોવા મળ્યો છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો બાદ તીડનું ટોળું આવ્યું છે. જીતપુર, ખાખરીયા, ઇસરી અને ખુમાપુર સહિતના પંથકમાં તીડ જોવા મળ્યા હતા. જો વરસાદમાં લાંબો વિરામ રહેશે તો તીડનો ભય છે. તીડના કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો આતંક વધ્યો છે, તીડના વધતા જતા આતંકથી ગ્રામજનો ભયભીત છે, આ તીડ માત્ર ખેતરોમાં જ નહી પરંતુ લોકોના ઘર સુધી પણ પહોંચી ગયા છે, ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતીવાડી અધિકારી નજરે પડતા નથી. ગામમાં ન તો કોઈ દવાનો છંટકાવ થયો, ના, છેલ્લા બે દિવસથી તીડ ખેતરોમાં ઘૂમી રહી છે અને તૈયાર પાકને નુકસાન પહોંચાડી રહી છે, જ્યારે ખેડૂતો માત્ર વરસાદ જ તીડને ભગાડશે તેવી આશા રાખીને બેઠા છે.
અત્યાર સુધી ગુજરાતમાં તીડનો સૌથી વધુ આતંક બનાસકાંઠામાં જોવા મળ્યો છે, ત્યાર બાદ અરવલ્લીમાં તીડનું ટોળું જોવા મળ્યું છે, આ તીડ એકલા નહીં પરંતુ જૂથોમાં જોવા મળે છે અને મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે, કારણ કે વરસાદ પૂરો થયો છે. હવે જ્યારે હવામાન સારું હોય ત્યારે તીડ દેખાય છે, ખેડૂતો વરસાદમાં તૈયાર પાકની લણણી કરી રહ્યા છે. તીડ ગાયબ થઈ રહ્યા છે. જેના કારણે તમામ ખેડૂતોના ખેતર સુધીનો પાક બગડી ગયો છે અને ખેડૂતોની મહેનત બરબાદ થઈ ગઈ છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
