તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st September 2024
હર્ષ સંધવી વડોદરામાઃ સફાઇ નિહાળી સફાઇ કર્મચારીઓને બિરદાવ્યાઃ તમામ જરૂરી વસ્તુઓ પુરી પાડવા હૈયા ધારણા

વડોદરા: રાજ્યભરમાં 4 દિવસ પૂર્વે મેઘરાજાએ સર્જેલી તારાજીના પગલે ઠેરઠેર સરકાર પ્રત્યે લોકોમાં રોષ ફેલાયો છે. પરંતુ સરકાર દ્વારા પણ જરૂરી તમામ પગલાં લઈ લોકોને ઝડપથી સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન વડોદરા શહેરમાં નિર્માણ પામેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખૂદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોરચો સંભાળ્યો હતો અને બે દિવસમાં બે વખત વડોદરા શહેરની તેમણેમુલાકાત લઈ પરિસ્થિતિ ઝડપથી થાળે પડે તેવા પ્રયાસો કર્યા હતા.
ગૃહમંત્રી હર્ષ સંઘવીની વડોદરા મુલાકાત દરમિયાન તેમણે મોડી રાતથી વહેલી સવાર સુધીમાં અનેક વિસ્તારોમાં ફર્યા અને ત્યાં કામ કરતા સફાઈકર્મીને રૂબરૂ મળ્યા હતા અને તેમને જોઈતી તમામ જરૂરી વસ્તુઓ પુરી પાડવા માટેની હૈયાધારણ આપી હતી.
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
