તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 1st September 2024
અમદાવાદ જિલ્લાના મીરોલી ઔદ્યોગિક વિસ્તારમાં મચ્છરોના બ્રીડિંગ મળતા 4 ફેક્ટરીઓ પાસેથી 58 હજારનો દંડ વસૂલાયો
અમદાવાદ જિલ્લામાં અગાઉ પણ 3 વખત નોટિસ આપવા છતાં પણ હજુ મચ્છરોના બ્રીડિંગ મળતા દંડ વસૂલવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લામાં મેલેરીયા અને ડેન્ગ્યુ વિરોધી ડ્રાઇવ અંતર્ગત કુલ 3 વખત વિરમગામ સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં સર્વેન્સલ કામગીરી હાથ ધરીને મચ્છરોના બ્રીડિંગ મળ્યા હતા તે જગ્યાના માલિકને નોટિસ ફટકારવામાં આવી હતી અને મચ્છરોના બ્રીડિંગનો આરોગ્ય કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે જો ખાનગી માલિકીની જગ્યા પર આરોગ્ય કર્મચારીઓને મચ્છરોના બ્રીડિંગ મળશે તો મચ્છરોના બ્રીડિંગનો તો નાશ કરવામાં આવશે જ પરંતુ તેમને સ્થળ પર જ દંડ પણ ફટકારવામાં આવશે. જો તમારે દંડથી બચવું હોય તો અત્યારે જ તમારી માલિકીની જગ્યામાંથી મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોને નાબૂદ કરશો અને સમયાંતરે પોરાનાશક કામગીરી કરીને મચ્છરોની ઉત્પત્તિ અટકાવશો
. અમદાવાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના મીરોલી વિસ્તારની આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં વાહક જન્ય રોગચાળા નિયંત્રણ અંતર્ગત સ્પેશિયલ ડ્રાઇવ યોજનામાં આવી હતી
. જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા આરોગ્ય અધિકારી, અસલાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અસલાલીની ટીમ દ્વારા ઔદ્યોગિક વિસ્તાર તથા કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લેવામાં આવી હતી. જે સ્થાન પર મચ્છરોના બ્રેડિંગ જોવા મળ્યા તેઓને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો.
ઇન્ડો એસ.એમ.સી પ્રા. લિ ને રૂ. 21000, માધુપુરા એગ્રો માર્કેટ ને રૂ.11000, લીસ્ટન એન્જિનિયરિંગ પ્રા. લિ ને રૂ.21000, અનેટા ફાર્માસ્યુટિકલ્સ પ્રા. લિ કંપની ને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
અગાઉ અમદાવાદ જિલ્લામાં કુલ 3 વખત ડ્રાંઇવ કરી નોટિસો આપવા છતાં પણ મચ્છરોનું બ્રીડિંગ જોવા મળતા દંડની વસુલાત કરવામાં આવી હતી. દંડ વસૂલાત એ કામગીરીનો વિકલ્પ નથી પરંતુ લોકોની માનસિકતા બદલાય અને ગુજરાત સરકારના 2030 માં મેલેરિયા મુક્ત ગુજરાતના અભિયાનમાં લોકો સહભાગી થાય એ ઉમદા આશયથી જ સમયાંતરે આવી ડ્રાઈવ યોજવામાં આવે છે તેમ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે સી.એમ.એમ ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
