<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

અમદાવાદના એસ જી હાઈવ પર આવેલ વૈષ્ણોદેવી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

સિક્યુરિટી ગાર્ડની સતર્કતા કારણે ચોરો ભાગ્યા: ચોરી કરવા આવેલા બન્ને શખ્સો CCTV માં કેદ થયા

 અમદાવાદના એસ જી હાઈવ પર આવેલ વૈષ્ણોદેવી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. ચાર દિવસ પહેલા રાત્રે 1.30 કલાકે બે ચોર ચોરી કરવા આવ્યા હતા. સિક્યુરિટી ગાર્ડની સતર્કતા કારણે ચોરો ભાગ્યા હોવાનું મંદિરના પૂજારીનુંં કહેવુ છે. ચોરી કરવા આવેલા બન્ને શખ્સો CCTV માં કેદ થયા છે. મંદિર પ્રશાસને પોલીસને CCTV ના પુરાવાઓ સાથે જાણ કરી છે. અગાઉ પણ વૈષ્ણોદેવી મંદિરમાં ચોરીના પ્રયાસો થયા છે તેમજ ચોરી પણ થઈ ચૂકી છે.


 

(6:20 PM IST)