News of Sunday, 1st September 2024
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની મંગલકામના માટે ઝુલાસણ ગામના નીલકંઠ મહાદેવ મંદિરમાં યજ્ઞ કરાયો
મંદિરના મહંત અને ગ્રામજનોએ રામધૂન યોજીને સુનિતા વિલિયમ્સ માથે રહેલું સંકટ ટળે અને જલદી પરત ફરે તે માટે પ્રાર્થના કરી: સુનીતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યા મહેસાણાના કડી તાલુકાના ઝુલાસણ વતની છે

અમદાવાદ : ભારતીય મૂળના અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સ અવકાશમાં ફસાયેલા છે..અમેરિકી અંતરિક્ષ સંસ્થા નાસાએ સુનીતા વિલિયમ્સને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પરત લાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સુનિતા વિલિયમ્સના પૈતૃક ગામમાં હવાનનું આયોજન કરાયું હતું . સુનીતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યા મહેસાણાના કડી તાલુકાના ઝુલાસણ વતની છે. એટલે અહીંના ગ્રામજનો સુનિતા વિલિયમ્સને પોતાના ગામની જ દીકરી માને છે.
સુનીતા વિલિયમ્સની સૌથી વધુ ચિંતા ઝુલાસણ ગામના વતની કરી રહ્યા છે. અવકાશની યાત્રા કરી ગુજરાત, ભારત અને અમેરિકાનું નામ રોશન કરનાર સિનિતા વિલિયમ્સની મંગલકામના માટે. ઝુલાસણ ગામના નીલકંઠ મહાદેવ મંદિરમાં યજ્ઞ કરવામાં આવ્યો. મંદિરના મહંત અને ગ્રામજનોએ રામધૂન યોજીને સુનિતા વિલિયમ્સ માથે રહેલું સંકટ ટળે અને જલદી પરત ફરે તે માટે પ્રાર્થના કરી હતી
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
