<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

કાલથી રાજ્યમાં ફરી મેઘરાજા તોફાની બેટિંગ કરશે : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે

ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં ભારે વરસાદ થવાની શક્યતા

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. જોકે કાલથી રાજ્યમાં ફરી મેઘરાજા તોફાની બેટિંગ કરશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવાામં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે કરવામાં આવેલી આગાહી અનુસાર, આવતીકાલે 2 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.

આજે 1 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

2 સપ્ટેમ્બરના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં ભારેથી અતિભારે જ્યારે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

4 સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, છોટા ઉદેપુર, સુરત, નર્મદામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, અરવલ્લી, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

5 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(7:56 PM IST)