તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 1st September 2024
વડોદરામાં ચૂંટણી વગર રાજકીય પાર્ટી વિરુદ્ધ લાગ્યા બેનરો: નેતા અને કાર્યકર્તાઓના પ્રવેશ પર પ્રતિબંધ
પૂરનું પાણી ઓસરી ગયા પણ લોકોના ઘરો, દુકાનોમાં મોટું નુકસાન થયું જેના કારણે સરકાર સામે વડોદરાની જનતામાં આક્રોશ ઓસર્યો નથી

વડોદરા : વિનાશક પૂરના કારણે વડોદરા શહેર - જિલ્લામાં જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. પૂરગ્રસ્તોમાં તંત્ર અને સરકાર સામે ભારે રોષ જોવા મળ્યો છે,આ બધા વચ્ચે અકોટા વિસ્તારની એક સોસાયટીમાં રાજકીય આગેવાનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સોસાયટીની બહાર રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ તેવું બેનર લગાવવામાં આવ્યું છે .
વડોદરાની પ્રજા હાલમાં આવેલ પૂરના કારણે ત્રાહિમામ પોકારી ઉઠી છે.પૂરનું પાણી તો ઓસરી ગયા પણ લોકોના ઘરો, દુકાનોમાં મોટું નુકસાન થયું છે. જેના કારણે સરકાર સામે વડોદરાની જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કેટલાય રાજકીય નેતાઓ, આગેવાનો તેમજ નગરસેવકો લોકોના રોષનો ભોગ બન્યા હોય અને લોકોએ તેમનો ઉઘડો લીધો હોય તેવા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. પરંતુ હવે તો એવું લાગે છે કે રાજકીય માથાઓથી વડોદરાની જનતા એટલી ત્રાસી ગઈ છે કે તેમને હવે રાજકારણીઓ પર જ પ્રતિબંધ મુકવાની ફરજ પડી છે.
શહેરના વૈભવી વિસ્તારોમાંના એક અકોટા વિસ્તારમાં હવે રાજકીય આગેવાનો પર પ્રતિબંધ લદાયો. અકોટા વિસ્તારમાં આવેલ તેમજ પૂરગ્રસ્ત બનેલા પૂરષોત્તમનગરમાં રાજકીય પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર પ્રવેશબંધી કરવામાં આવી. જેના માટે સોસાયટીની બહાર રહીશોએ મોટું બેનર પણ લગાવવામાં આવ્યું છે. આ બેનરમાં 'સોસાયટીમાં કોઈપણ રાજકારણીય પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહિ.' તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
