<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

કેલ્વીકુવા ગામની સીમમાં શેરડી ની રોપણી દરમિયાન અજગર દેખાતા ખેત મજૂરો ગભરાયા

વનકમીઁઓએ જીવના જોખમે રેસકયું કરું અજગરને પકડી પાડયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નેત્રંગ તાલુકાના કેલ્વીકુલા ગામના અશોકભાઈ વનમાળીભાઇ પ્રજાપતિ પોતાના ખેતરમાં ખેતમજુરો પાસે શેરડીના બિયારણનું કટીંગ કરીને ખેતરમાં શેરડીની રોપણી કરાવી રહ્યા હતા. તે દરમ્યાન ત્યાં અજગર દેખાતા તાત્કાલિક નેત્રંગ વનવિભાગને જાણ કરાતા વન વિભાગ માંથી જતીનભાઇ ડાભી, રનુભાઇ ખોડા અને સંજયભાઈ વસાવા સહિતના વનકમીઁઓ ઘટના સ્થળ ઉપર દોડી આવી અજગરને પકડવા રેશ્ક્યું કરી અજગરને પકડી નેત્રંગ વનવિભાગ ખાતે લઇ જવામાં આવ્યો  હતો. કેલ્વીકુવા ગામેથી અજગર નિકળ્યો હોવાની જાણ થતાં જ ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા


 

(10:58 PM IST)