News of Sunday, 1st September 2024
સાગબારા પાટ રોડ ઉપર આવેલ વેદાંશી મોબાઈલ શોપમાંથી ૪ સીમકાર્ડ પકડાતા ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં સમયાંતરે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા દરેક તાલુકામાં હોટલ, ગેસ્ટ હાઉસ સહિત ગેરેજ કે મોબાઈલ શોપ પર ચેકીંગ હાથ ધરી તપાસ કરવામાં આવે છે અને નિયમોનું પાલન નહિ કરતા સંચાલકો સામે ગુના દાખલ પણ કરાઈ છે, હાલમાં સાગબારા પોલીસે એક મોબાઈલ શોપના સંચાલક સામે ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી મુજબ સાગબારા પોલીસે ચેકીંગ દરમિયાન વિનેશભાઈ ફુલસીંગભાઈ વસાવા, (રહે.કેલ, આંબા ફળીયુ તા. સાગબારા) ને પોતાના ભોગવટાની વેદાંશી મોબાઇલ નામની દુકાનમાં Jio કંપનીનાં સીમકાર્ડ નંગ-૦૪ વેચાણ કરવાના ઇરાદે રાખી, જાહેરનામા પ્રમાણે જરૂરી રજીસ્ટર નહી નિભાવી ગુનો કરતા પોલીસે સંચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
