News of Sunday, 1st September 2024
રાજપીપળા અને આમલેથા પોલીસે ચાર જગ્યા પરથી મુદ્દામાલ સાથે જુગાર પકડી ગુના દાખલ કર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ચાર અલગ અલગ ગામો માથી પોલીસે જુગાર પકડી ગુના દાખલ કર્યા છે
મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસે ચેકીંગ દરમિયાન ભદામ ટેકરા પાસેથી શાંતીલાલભાઈ ગોરધનભાઈ વસાવા (રહે.-ભદામ ટેકરા તા-નાંદોદ જી-નર્મદા) નાઓ ને ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો આંકફરકના આકડા લખી લખાવી અંગ ઝડતીના રોકડ રૂપિયા ૩૮૦ અને આંકડા ના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.
જ્યારે રાજપીપલા ટેકરાફળીયા માં મનોજભાઇ ઇશ્વરભાઇ વસાવા(રહે.ટેકરાફળીયુ લીમડાના ઝાડ નીચે બેસી ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડાનો જુગાર રમી રમાડી અંગ ઝડતીના રોકડા રૂ।.૨૦૦/- તથા જુગારના સાહીત્યો સાથે પકડાઇ જઇ ગુનો કર્યો હતો.
જ્યારે રાજપીપલા દોલત બજાર પાસે ધર્મેન્દ્રકુમાર લક્ષ્મણભાઇ વસાવા(રહે.મોતીબાગ, રાજપીપલા)એ પોતાના આર્થિક ફાયદા સારૂ વરલી મટકાના આંક ફરકના આંકડા લખી લખાવી અંગ ઝડતીના રોકડા રૂ.૩૭૦/- ના મુદ્દામાલસાથે પકડાઇ જઇ ગુનો કર્યો હતો
અને આમલેથા પોલીસે વાઘોડીયા ગામ થી ધર્મેન્દ્રભાઇ રસિકભાઈ વસાવા(રહે.વાઘોડીયા તા.નાંદોદ જી.નર્મદા) ને આંકડા લખી લખાવી જુગાર ના સાહિત્ય તથા અંગઝડતીના રોકડા રૂપિયા ૩૧૦/-જુગારના મુદ્દામાલ સાથે પકડી ઉપરોક્ત તમામ વિરૂદ્ધ રાજપીપળા અને આમલેથા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
