<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

લાંચમાં પણ ‘ભાવવધારો': ૫૦૦ કે ૫૦૦૦ની નહીં હવે લાખોથી લાંચિયાઓનું પેટ ભરાય છે

ઓગસ્‍ટમાં જ એવા છ કિસ્‍સા બન્‍યા જેમાં લાંચિયા બાબુઓએ એક લાખથી ઉપર લાંચ માગી : સરકારના મોટાભાગના વિભાગોમાં લાંચની બોલબાલાઃ લાંચિયા બાબુઓને કોઇનો ડર નથી?

અમદાવાદા,તા. ૨: રાજય સરકારના દરેક વિભાગમાં લાંચ પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યુ છે. પોલીસથી લઈને ફાયર અને પંચાયતથી લઈને પોલીસ, ખાણ ખનીજથી લઈને શિક્ષણ સુધીના તમામ વિભાગોમાં ભ્રષ્ટાચારી બાબુઓનો જાણે કે રાફડો ફાટી નીકળ્‍યો છે.

એસીબી કે રાજય સરકારના ડર રાખ્‍યા વગ બિન્‍દાસ્‍ત પણે લાંચ દિનદહાડે લેવાઈ રહી છે. સરકારી વિભાગ ભાગ્‍યેજ કોઈ એવો ળ્‍ંળ બચ્‍યો છે કે જયાં રુપિયા વગર કોઈ કામ થતુ હોય. તેમાંય જેમ જેમ મોંઘવારી વધી રહી છે તેમ તેમ લાંચ માંગવાની રકમમાં પણ વધારો થઈ રહ્યો છે હવે લાગી રહ્યુ છે કે કાળજાળ મોંધવારી આ લાંચિયા બાબુઓને નડી રહી છે. એક સમયે માત્ર ૧૦ રુપિયાથી ૫૦ રુપિયાની લાંચ મંગાતી હતી હવે સીધી ૫૦ હજારથી લઈને ૫૦ લાખની માંગણી કરાઈ રહી છે. નવાઈની વાત તો એ છે કે દરરોજ એસીબીના હાથે ૩ થી ૪ લાંચિયા બાબુઓ ઝડપાતા હોવા છતાંય આ ખેલ અટકવાનું નામ લેતા નથી.

અમદાવાદ મ્‍યુ.કોર્પોરેશનમાં આસી.ટીપીઓ હર્ષદ ભોજક અને તેના મળતિયો એન્‍જિનિયર ઝડપાવાની ઘટના હજુ તાજી છે ત્‍યાં વધુ એક એએમસીનો વોર્ડ ઈન્‍સપેકટર સંજય પટેલ ૯ હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો છે સંજય પટેલનો માસિક પગાર ૫૪ હજાર જેટલો તગડો છે આમ છતાંય નિર્દોષ નાગરિકો પાસેથી લાંચ લઈને કાળી કમાણી કરી રહ્યાં છે. સુરતના ઉતરાણ પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ ડી.કે. ચોસલા (દીલીપ ભરવાડ) દસ લાખની લાંચ લેતા ઝડપાયા છે. જેમનો પગાર પણ માસિક ૭૦ હજારથી ઉપર થવા જાય છે. હોસ્‍પિટલમાં પીએમથી લઈને ગરીબ લોકોને મફતમાં કાઢી આપવાના દાખલામાં પણ લાંચ માંગી રહ્યાં છે. લાંચ ૧૦ રુપિયાની હોય કે ૧૦ લાખની લાંચિયા બાબુઓ સામેની કાયદેસરની કાર્યવાહીમાં કોઈ ફેર પડતો નથી. એસીબીના આંકડા પર નજર કરશો તો ખબર પડશે કે રાજયના સરકારના મોટાભાગના વિભાગોમાં પૈસા બોલતા હૈ જેવો ઘાટ છે.

ઓપરેટરથી લઈને કલાસ-૧ અધિકારી પણ લાંચની લાલચમાંથી બાકાત નથી. જનતાનુ જે થવુ હોય તે થાય અમારે તો માત્ર રુપિયાથી જ મતલબ છે તેવો મંત્ર આવા લાંચિયા બાબુઓ બોલી રહ્યાં છે એસીબી દ્વારા કરાતી કાર્યવાહીમાં દર વરસે સૌથી વધુ મહેસુલ અને ગૃહવિભાગના કર્મચારીઓ-અધિકારીઓ ઝડપાતા આવ્‍યા છે. સામાન્‍ય રીતે જે સરકારી વિભાગ,ફાયર, કલેકટર કચેરી, ટ્રાફિક પોલીસ કે પોલીસ સ્‍ટેશન હોય જયાં જનતા અને વેપારીઓને સૌથી વધુ કામ પડતુ હોય ત્‍યાં લાંચનો સેન્‍સેકલ સૌથી ઉંચો રહેતો હોય છે. આવા લાંચિયા બાબુઓ લોકોની જરુરિયાત મુજબ મજબુરીનો ગેરફાયદો ઉઠાવે છે.

(5:02 PM IST)