<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

ભારતી આશ્રમનો વિવાદ વકર્યોઃ સામસામા આક્ષેપો

પૂ. હરીહરાનંદબાપુએ તેમના સેવકો અને સમર્થકો સાથે સરખેજ ભારતી આશ્રમની ગાદી સંભાળી લીધીઃ પૂ. રૂષિ ભારતી બાપુએ વળતા જવાબ આપ્‍યા

અમદાવાદ, તા. ર : ફરી એકવાર ભારતી આશ્રમનો વિવાદ વકર્યો છે. હરિહરાનંદ બાપુએ તેમના સેવકો અને સમર્થકો સાથે સરખેજ ભારતી આશ્રમની ગાદી સંભાળી લીધી છે. આ પછી સૌથી પહેલી કાર્યવાહી કરી હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી માતાજીને તમામ આશ્રમમાંથી હાંકી કાઢવાની સાથે ગુરુ-શિષ્‍ય પરંપરામાંથી મુક્‍ત કર્યા છે. આ ઉપરાંત હરિહરાનંદ બાપુએ તેમના શિષ્‍ય ઋષિ ભારતીની કર્મ કુંડળી જણાવી છે. જેમાં કરેલા આક્ષેપ અંગે ઋષિ ભારતીએ વળતાં જવાબ આપ્‍યા છે. જે બંનેના શબ્‍દશઃ અમે અહીં રજૂ કરીએ છીએ.

હરિહરાનંદ બાપુએ કરેલા આક્ષેપ અને ઋષિ ભારતી આક્ષેપનો આપેલો જવાબ

હરિહરાનંદ બાપુ

અમદાવાદના છારોડી ગુરુકુળમાં અભ્‍યાસ કર્યો. જ્‍યાં સ્‍વામિનારાયણ સંપ્રદાયની ભગવતી દિક્ષા આપી નહીં. છતાં તે ભગવા વષાો પહેરીને ફરતાં હતા.

ઋષિભારતી

ધર્મ જગતમાં સાધુ સંતો પણ જાતિવાદનો શિકાર બની રહ્યા છે. મારી પાસે એજ્‍યુકેશન છે છતાં મારો સ્‍વિકાર કરવાની જગ્‍યાએ તિરસ્‍કાર કર્યો છે.

 ૨૦૦૯-૨૦૧૦માં ભારતી આશ્રમ દ્વારા લક્ષચંડી યજ્ઞ અને રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરાયું હતું. તે વખતે ભારતી બાપુ, હરિહરાનંદ બાપુ સાથે રવજી ભગત (ઋષિ ભારતી).

હરિહરાનંદ બાપુ

વર્ષ ૨૦૧૦ના કુંભમાં રવજી ભગત (ઋષિ ભારતી)ની દિક્ષા માટે રવજી ભગત (ઋષિ ભારતી)ના અખાડાના સંસ્‍કાર થયા અને રવજી ભગતને ઋષિ ભારતી નામ આપવામાં આવ્‍યું હતું. ત્‍યાર પછી જૂનાગઢ અને સરખેજ ભારતી બાપુ સાથે રહેતા હતાં. તે પછી તેને સુરતના વર્ષાબેન (નામ બદલ્‍યું છે) સાથે સુમેળ થયો હતો. આમ ભારતી બાપુને ઋષિ ભારતી ભાવનગરમાં ઘાસચારાનું ફંડ ઉઘરાવા જવાનું કહીને સુરત વર્ષાબેન (નામ બદલ્‍યું છે) જતાં રહ્યા હતા. આ પ્રકરણની જાણ દર્શના બહેન (નામ બદલ્‍યું છે)ને થતાં વર્ષાબેન (નામ બદલ્‍યું છે) સાથે ઝઘડો થયો હતો. દર્શના બહેન (નામ બદલ્‍યું છે) એક અન્‍ય બહેન મારફત ભારતી બાપુને ફોન કરાવીને સમગ્ર પ્રકરણ વિશે જણાવ્‍યું હતું. આ પછી ભારતી બાપુએ ઋષિ ભારતીને ફોન કરીને બહુ મોટો ઠપકો આપ્‍યો હતો.

ઋષિભારતી

આ વાતનું એવિડન્‍સ મને આપે. સેવકો તો મારા હજારો છે તો શું એમના ઘરે હું ના જઈ શકું?. આ વાત તદ્દન પાયાવિહોણી છે.

 વર્ષ ૨૦૧૪માં ઋષિ ભારતીને ભારતી આશ્રમમાંથી કાઢી મૂકયા હતા એ જાહેર નોટિસ ૧૮-૪-૨૦૧૪ના રોજ દૈનિક અખબારમાં આવી હતી.

હરિહરાનંદ બાપુ

એક વખત ભારતી બાપુના જન્‍મદિવસ નિમિત્તે ગિરિબાપુની માલસરમાં કથા રાખી હતી. તે પહેલાં વિશ્વેશ્વરી માતાજી ઉર્ફે વિલાસ બહેન (પૂર્વાશ્રમનું નામ) સાથે મુલાકાત થઈ હતી અહીં ભારતી બાપુની રક્‍તતુલા થઈ હતી. આ પછી ઋષિ ભારતીએ ગિરિબાપુની કથામાં આવવાની ના પાડી અને કહ્યું કે, મારી કથા રાજકોટમાં માતાજીના હસ્‍તક છે. જેને લીધે ઋષિ ભારતી અને ભારતી બાપુ વચ્‍ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ બાદ ભારતી બાપુએ ઋષિ ભારતીને ભારતી આશ્રમમાંથી કાઢી મૂકયા હતા.

ઋષિભારતી

૨૦૦૮થી ૨૦૨૧ સુધી ભારતી બાપુ દેવ થયા ત્‍યાં સુધી મેં એમની સેવા કરી છે. સંપત્તિ-પ્રોપર્ટીની વાત આવે ત્‍યારે આગળ આવી જાય છે. ભારતી બાપુ મારી પ્રતિભા જાણીને મને અંગત સેવામાં લીધો અને મારી પ્રતિષ્ઠા વધતાં હરિહરાનંદ બાપુ એ છાંપામાં નોટિસ આપીને કહ્યું કે, આને કાઢી મૂકો. બાકી એ પરેશાન કરતાં હતા.

હરિહરાનંદ બાપુ

સનાથલ લંબેનારાયણના વિવાદનો અંત આવ્‍યો અને ભારતી બાપુને મેનેજિંગ ટ્રસ્‍ટી બનાવીને કબજો લેવાનું કહ્યું. આ પછી ઋષિ ભારતીને લંબેનારાયણ આશ્રમમાં રાખ્‍યા અને હરિહરાનંદ બાપુના બીજા શિષ્‍ય વામન ભારતી અને ગુરુભાઈ કઠલાલ ભારતીને પણ ત્‍યાં રાખ્‍યા. આ દરમિયાન વિશ્વેશ્વરી માતાજીની ફરી અવરજવર ચાલું થઈ હતી. જેને લીધે ઋષિ ભારતીને સરખેજ ભારતી આશ્રમમાં બોલાવી લીધા હતાં. આ પછી અવારનવાર ઋષિ ભારતીનું ભારતી બાપુ સાથે ઘર્ષણ થતું હતું.

ઋષિભારતી

મારે ભારતી બાપુ સાથે કયારેય ઘર્ષણ થયું નથી. હરિહરાનંદ બાપુને ભારતી બાપુ સાથએ ઘર્ષણ થતું હતું.

હરિહરાનંદ બાપુ

કુંભ મેળામાં વિશ્વેશ્વરી માતાજીએ બાપુની પાસે આવીને કહ્યું કે, મારે તમારી પાસે દિક્ષા લેવી છે નહીં, તો હરિગીરી પાસેથી દિક્ષા લેવી છે. આ પછી ભારતી બાપુએ હરિહરાનંદ બાપુને બોલાવીને વિશ્વેશ્વરી માતાજીને દિક્ષા આપવાનું કહ્યું હતું. દિક્ષા આપ્‍યા બાદ સરખેજ આશ્રમમાં માતાજીની અવરજવર વધી હતી. આ દરમિયાન ભારતી બાપુને ઋષિ ભારતી સાથે ઘર્ષણ થતું હતું. ત્‍યારે ભારતી બાપુએ કહ્યું હતું કે, આ ઋષિ ભારતી ગમે ત્‍યારે નડતરરૂપ થશે. આ વાત હરિહરાનંદ સમજ્‍યા નહીં.

ઋષિભારતી

જ્‍યારે લંબેનારાયણ આશ્રમનો પ્ર‘ હતો ત્‍યારે ભારતી બાપુ ખુદ વિશ્વેશ્વરી માતાજીને અરડોઈ તેડવા ગયા હતા. આ પછી લંબેનારાયણ આશ્રમમાં ભારતી બાપુએ તેમને વિધિસર બેસાડ્‍યા છે. અખાડામાં પણ શ્રીમહંતની પદવી પણ માતાજીને ભારતી બાપુએ અપાવી છે. ભારતી બાપુ દિક્ષા આપવાના હતા ત્‍યારે હરિહરાનંદ ભારતીએ વિરોધ કર્યો હતો. આ પછી તેમણે ગુરુ મંત્ર આપ્‍યો હતો આ વાત તેમને પણ ખ્‍યાલ છે. વિશ્વેશ્વરી માતાજી પોતે દેવી સ્‍વરૂપા છે, નારી શક્‍તિ પર આરોપ મૂકવા તે આપણી પરંપરા રહી નથી.

હરિહરાનંદ બાપુએ તેમના શિષ્‍ય ઋષિ ભારતીની જણાવેલી વિગત

*ઋષિભારતી મૂળ અમરેલીના કોદિયા ગામનો રહેવાસી.

*સુરતમાં અભ્‍યાસ માટે ગયા, ત્‍યાં દર્શના બહેન (નામ બદલ્‍યું છે)ને ત્‍યાં વસવાટ કર્યો દર્શના બહેન તેમના પાલક માતા છે એવું કહેતા.

*આ પછી અમદાવાદના છારોડી ગુરુકુળમાં અભ્‍યાસ કર્યો. જ્‍યાં સ્‍વામિનારાયણ સંપ્રદાયની ભગવતી દિક્ષા આપી નહીં. છતાં તે ભગવા વષાો પહેરીને ફરતાં.

*જે બાદ અમરેલી જિલ્લામાં ત્‍યારે મૂળદાસ બાપા અને ભોજલરામ બાપાની મૂર્તિનું અનાવરણ ભારતી બાપુ અને નરેન્‍દ્ર મોદી સાહેબના હસ્‍તે થયું હતું. તે વખતે પહેલીવાર રવજી ભગત (ઋષિ ભારતી)નો કોન્‍ટેક્‍ટ હરિહરાનંદ બાપુ સાથે થયો. તે વખતે સ્‍વામિનારાયણ સંપ્રદાયના કપડા પહેર્યા હતા. આ દરમિયા ભારતી બાપુ સાથે પણ કોન્‍ટેક્‍ટ કર્યો હતો.

*આ પછી હરિહરાનંદ બાપુ સાથે રવજી ભગત (ઋષિ ભારતી) જૂનાગઢ આશ્રમ ગયા અને ભારતી બાપુ સરખેજ આશ્રમ પાછા આવ્‍યા હતા. ત્‍યાં રવજી ભગત ચાર-પાંચ દિવસ રોકાયા હતાં.

*આ પછી બેંગ્‍લોર શાષાોના અભ્‍યાસ માટે ગયા હતા.

*વર્ષ ૨૦૦૯-૨૦૧૦માં ભારતી આશ્રમ દ્વારા લક્ષચંડી યજ્ઞ અને રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરાયું હતું. તે દરમિયાન બે મહિના અગાઉ રવજી ભગત (ઋષિ ભારતી) સરખેજ આવ્‍યા હતા.

*તે વખતથી ભારતી બાપુ કોઈને દીક્ષા આપતા નહીં. ત્‍યારે રવજી ભગત (ઋષિ ભારતી) ભારતી બાપુને દિક્ષા આપવાનું કહ્યું હતું. ભારતી બાપુએ રવજી ભગત (ઋષિ ભારતી)ને કહ્યું કે, તમને હરિહરાનંદ ભારતી અથવા કલ્‍યાણાનંદ ભારતી દિક્ષા આપશે. આમ હરિહરાનંદ બાપુ પાસે દિક્ષા લીધી હતી.

*વર્ષ ૨૦૧૦ના કુંભમાં રવજી ભગત (ઋષિ ભારતી)ની દિક્ષા માટે રવજી ભગત (ઋષિ ભારતી)ના અખાડાના સંસ્‍કાર થયા અને રવજી ભગતને ઋષિ ભારતી નામ આપવામાં આવ્‍યું હતું. ત્‍યાર પછી જૂનાગઢ અને સરખેજ ભારતી બાપુ સાથે રહેતા હતાં.

*તે પછી તેને સુરતના વર્ષાબેન (નામ બદલ્‍યું છે) સાથે સુમેળ થયો હતો. આમ ભારતી બાપુને ઋષિ ભારતી ભાવનગરમાં ઘાસચારાનું ફંડ ઉઘરાવા જવાનું કહીને સુરત વર્ષાબેન (નામ બદલ્‍યું છે) જતાં રહ્યા હતા.

*આ પ્રકરણની જાણ દર્શના બહેન (નામ બદલ્‍યું છે)ને થતાં વર્ષાબેન (નામ બદલ્‍યું છે) સાથે ઝઘડો થયો હતો. દર્શના બહેન (નામ બદલ્‍યું છે) એક અન્‍ય બહેન મારફત ભારતી બાપુને ફોન કરાવીને સમગ્ર પ્રકરણ વિશે જણાવ્‍યું હતું. આ પછી ભારતી બાપુએ ઋષિ ભારતીને ફોન કરીને બહુ મોટો ઠપકો આપ્‍યો હતો.

*આ પછી ઋષિ ભારતી ત્‍યાંથી નીકળીને હસમુખભાઈ સવાણીને ત્‍યાં ગયા. આ દરમિયાન સમાધાન થયા બાદ જૂનાગઢ આશ્રમમાં ઋષિ ભારતીને બોલાવી ભારતી બાપુએ તેને ખૂબ ઠપકો આપ્‍યો.

*ત્‍યાર પછી બાપુને અને ઋષિ ભારતીને અવારનવાર ઘર્ષણ થતાં હતા. એક વખત ભારતી બાપુના જન્‍મદિવસ નિમિત્તે ગિરિબાપુની માલસરમાં કથા રાખી હતી. તે પહેલાં વિશ્વેશ્વરી માતાજી ઉર્ફે વિલાસ બહેન (પૂર્વાશ્રમનું નામ) સાથે મુલાકાત થઈ હતી અહીં ભારતી બાપુની રક્‍તતુલા થઈ હતી. આ પછી ઋષિ ભારતીએ ગિરિબાપુની કથામાં આવવાની ના પાડી અને કહ્યું કે, મારી કથા રાજકોટમાં માતાજીના હસ્‍તક છે. જેને લીધે ઋષિ ભારતી અને ભારતી બાપુ વચ્‍ચે ઘર્ષણ થયું હતું.

*આ ઘર્ષણ બાદ ભારતી બાપુએ ઋષિ ભારતીને ભારતી આશ્રમમાંથી કાઢી મૂકયા હતા. જે બાદ ઋષિ ભારતી ગોંડલના અરડોઈ વિશ્વેશ્વરી માતાજીના આશ્રમમાં રહેવા ગયા હતા.

*આમ ૨૦૧૬માં ભારતી બાપુએ એવું કહ્યું કે, હરિહરાનંદ બાપુ ઋષિ ભારતીને એક વખત મોકો આપો અને અહીંયા જૂનાગઢ આશ્રમ લઈને આવો પરંતુ તેમની સાથે વિશ્વેશ્વરી માતાજી આવવા ના જોઈએ.

*આ પછી ત્રણ ચાર સંતો સાથે હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી સાથે મુલાકાત કરી અને ફરી જૂનાગઢ આશ્રમ લાવ્‍યા હતાં. બે ત્રણ વર્ષ સેવા કર્યા બાદ સરખેજ કલ્‍યાણાનંદ ભારતી બાપુ રહેતાં હતાં. તેમની તબિયત નાદુરસ્‍ત થતાં ઋષિ ભારતીને ભારતી બાપુએ માત્ર સરખેજ ભારતી આશ્રમનો વહિવટ કરવાનું સોંપ્‍યો હતો અને ટ્રસ્‍ટમાં સ્‍થાન આપ્‍યું હતું.

 *આ દરમિયાન સાનથલ લંબેનારાયણના વિવાદનો અંત આવ્‍યો અને ભારતી બાપુને મેનેજિંગ ટ્રસ્‍ટી બનાવીને કબજો લેવાનું કહ્યું. આ પછી ઋષિ ભારતીને લંબેનારાયણ આશ્રમમાં રાખ્‍યા અને હરિહરાનંદ બાપુના બીજા શિષ્‍ય વામન ભારતી અને ગુરુભાઈ કઠલાલ ભારતીને પણ ત્‍યાં રાખ્‍યા. આ દરમિયાન વિશ્વેશ્વરી માતાજીની ફરી અવરજવર ચાલું થઈ હતી. જેને લીધે ઋષિ ભારતીને સરખેજ ભારતી આશ્રમમાં બોલાવી લીધા હતાં. આ પછી અવારનવાર ઋષિ ભારતીનું ભારતી બાપુ સાથે ઘર્ષણ થતું હતું.

*તે વખતે કુંભ મેળામાં વિશ્વેશ્વરી માતાજીએ બાપુની પાસે આવીને કહ્યું કે, મારે તમારી પાસે દિક્ષા લેવી છે નહીં, તો હરિગીરી પાસેથી દિક્ષા લેવી છે. આ પછી ભારતી બાપુએ હરિહરાનંદ બાપુને બોલાવીને વિશ્વેશ્વરી માતાજીને દિક્ષા આપવાનું કહ્યું હતું. દિક્ષા આપ્‍યા બાદ સરખેજ આશ્રમમાં માતાજીની અવરજવર વધી હતી. આ દરમિયાન ભારતી બાપુને ઋષિ ભારતી સાથે ઘર્ષણ થતું હતું. ત્‍યારે ભારતી બાપુએ કહ્યું હતું કે, આ ઋષિ ભારતી ગમે ત્‍યારે નડતરરૂપ થશે. આ વાત હરિહરાનંદ સમજ્‍યા નહીં.

*ઋષિ ભારતીએ આ સમય દરમિયાન અખાડાના વિવાદમાં હરિગીરી મહારાજ સાથે ગાળાગાળી પણ કરી હતી. ત્‍યાર પછી ભારતી બાપુની છેલ્લી શિવરાત્રીમાં જૂનાગઢમાં પાલખી કાઢી હતી. ત્‍યારે કહ્યું હતું કે, હું સરખેજ જવ છું અને ત્‍યાં મિટિંગ કરીને ઋષિ ભારતીને આશ્રમમાંથી અને ગુરુ પરંપરામાંથી રજા આપવાની છે. હરિહરાનંદ આ મિટિંગમાં ગેરહાજર રહ્યા હતા.

*આ પછી કોરોનામાં બાપુનો જન્‍મદિવસ હતો. જે ઉજવ્‍યો હતો. એ પછી પંદર દિવસમાં બાપુ બ્રહ્મલીન થયા હતા.

*આમ ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ ઋષિ ભારતીએ પાંચ-છ મહિના પછી વીલ વસિયત રજૂ કર્યું હતું. ત્‍યારે હરિહરાનંદ અને ટ્રસ્‍ટીઓ સાથે અભદ્ર વર્તન કર્યું હતું.

*આ પછી મુદ્દો કોર્ટમાં ચાલી રહ્યો છે. થોડાક દિવસ પહેલાં હરિહરાનંદ બાપુએ આ સરખેજ આશ્રમમાં ફરી ગાદી સંભાળીને કબજો લીધો છે.

શું છે સમગ્ર મામલો

મહામંડલેશ્વર ૧૦૦૮ ભારતી બાપુ બ્રહ્મલીન થયાના થોડાક દિવસ બાદ સરખેજ ભારતી આશ્રમનો વિવાદ શરૂ થયો હતો. આ પહેલાં ટ્રસ્‍ટી અને અન્‍ય લોકો દ્વારા મળેલી માહિતી મુજબ, બ્રહ્મલીન ભારતી બાપુએ તેમની હયાતીમાં જ દરેક ટ્રસ્‍ટી અને આગેવાનોની હાજરીમાં વારસદાર તરીકે હરિહરાનંદને નીમ્‍યા હતા. જેનું વિલ પણ તેમની હયાતીમાં થયું હતું. ભારતીબાપુએ તેમની હયાતીમાં ઋષિભારતીને આશ્રમમાંથી કાઢી મૂકી તેની સાથે કંઈ લેવા દેવા ના હોવાનું અખબારોમાં પણ પ્રસિદ્ધ કરાવ્‍યું હતું. જેના થોડાક વર્ષો પછી ઋષિભારતીએ પાછા ભારતી બાપુ પાસે આવી માફી માગી હતી પણ, ભારતી બાપુએ માફ કરી દીક્ષા આપવાની ના પાડી હતી. આ પછી ભારતી બાપુ બ્રહ્મલીન થયાના થોડાક વર્ષ પહેલાં ઋષિ ભારતી ફરી આશ્રમમાં આવ્‍યા હતાં. તેમને હરિહરાનંદ બાપુએ દીક્ષા આપી હતી. જેના થોડાક વર્ષ પછી એટલે કે, કોરાનાકાળમાં ભારતી બાપુ બ્રહ્મલીન થયા હતા.

આ પછી ઋષિ ભારતીએ બીજું વિલ રજૂ કરીને સરખેજનો ભારતી આશ્રમ અને શાંતિપુરા સ્‍થિત લંબેનારાયણ આશ્રમ પર પોતાનો કબજો લઈ લીધો હતો. આ પછી પોલીસ ફરિયાદ અને ચેરિટીમાં આ મામલો ટ્રસ્‍ટી અને મહામંડલેશ્વર ૧૦૦૮ હરિહરાનંદ બાપુએ રજૂ કર્યો હતો. આ દરમિયાન હરિહરાનંદ બાપુ સરખે જ આશ્રમ આવ્‍યા નહોતા. દોઢેક વર્ષના સમયગાળા પછી એકાદ મહિના પહેલાં તમામ ટ્રસ્‍ટીએ ઠરાવ કરીને હરિહરાનંદ બાપુને મેનેજિંગ ટ્રસ્‍ટી બનાવી દીધા અને આ ઠરાવ ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કર્યો છે. જે બાદ હરિહરાનંદ બાપુએ તેમના શિષ્‍ય અને સેવકો સાથે સરખેજ ભારતી આશ્રમમાં આવીને ગાદી સંભાળી છે. મહત્ત્વનું છે કે, અત્‍યારે આ બાબત કોર્ટમાં ચાલી રહી છે

(12:23 PM IST)