તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી વાર પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે :પૂર બાદની સ્થિતિની કરશે ફરીથી સમીક્ષા
કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરશે હર્ષ સંઘવી વેપારી મંડળ અને નાગરિકોને પણ મળશે શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પણ વડોદરામાં

વડોદરામાં મેઘરાજાએ ભયાવહ તારાજી સર્જી હતી. સતત 3-4 દિવસ પડેલા વરસાદે સમગ્ર વડોદરાને ઘમરોળ્યું હતું. વિશ્વામિત્રી નદીએ,રૌદ્ર સ્વરૂણ ધારણ કરતા ભારે પૂરની સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. જો કે, હવે વરસાદી પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.પરંતુ, હજી પણ અનેક વિસ્તારમાં દૂધ, પીવાનું પાણી, ખાદ્યપદાર્થ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ માટે લોકોને વલખાં મારવા પડી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી વડોદરાની મુલાકાતે આવવાના છે
પ્રાપ્ત માહિતી મુજબ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે આવશે. અહીં, તેઓ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરશે. બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારનાં સરવે બાદ કેશ ડોલ અને સહાય વિતરણની કામગીરી અંગેની માહિતી મેળવશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાત દરમિયાન શહેરનાં વેપારી મંડળ અને નાગરિકોને પણ મળશે પૂરનાં પાણી ઓસર્યા બાદ હર્ષ સંઘવીની આ સતત ત્રીજી વડોદરાની મુલાકાત છે.
માહિતી અનુસાર, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર વડોદરાની મુલાકાતે છે. કુબેર ડિંડોરે આજે પૂરગ્રસ્ત વિસ્તારનાં નાગરિકોને રાશન કીટનું વિતરણ કરશે. જણાવી દઈએ કે, વડોદરામાં પૂર દરમિયાન ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને દૂધ, પીવાનું પાણી અને ભોજન વગર દિવસો પસાર કરવાની ફરજ પડી હતી. પૂરનાં કારણે કેટલાક વિસ્તારમાં હજી પણ વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે સ્થાનિક નેતા, કોર્પોરેટર, ઉચ્ચ અધિકારીઓ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
