<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ સોનગઢમાં ધોધમાર 5.8 ઈંચ: ડોલવણ અને ઉચ્છલમાં 4 ઈંચથી વધુ વરસાદ

વઘઈમાં 6.4 ઈંચ, સોનગઢમાં 5.8 ઈંચ, વાંસદામાં 5.3 ઈંચ, ડોલવણમાં 4.6 ઈંચ, ઉચ્છલમાં 4.3 ઈંચ, વ્યારામાં 3.6 ઈંચ, ડાંગ-આહ્વામાં 3.1 ઈંચ, સુબીરમાં 2.6 ઈંચ વરસાદ

અમદાવાદ :વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સોનગઢમાં ધોધમાર 5.8 ઈંચ વરસાદ તો ડોલવણ અને ઉચ્છલમાં પણ 4 ઈંચથી વધુ વરસ્યો છે. ત્યારે જાણો 12 વાગ્યા સુધીમાં કેટલા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.

વઘઈમાં 6.4 ઈંચ, સોનગઢમાં 5.8 ઈંચ, વાંસદામાં 5.3 ઈંચ, ડોલવણમાં 4.6 ઈંચ, ઉચ્છલમાં 4.3 ઈંચ, વ્યારામાં 3.6 ઈંચ, ડાંગ-આહ્વામાં 3.1 ઈંચ, સુબીરમાં 2.6 ઈંચ, મોરવા (હડફ)માં 2.3 ઈંચ, લુણાવાડામાં 2.1 ઈંચ, લીમખેડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય 80 તાલુકાઓમાં પણ સામાન્યથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 12 વાગ્યા સુધીમાં કુલ 91 તાલુકામાં મેઘમહેર થઈ છે.

(1:09 PM IST)