<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

નવસારી જિલ્લામાં વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ :વાંસદામાં સૌથી વધુ 5 ઇંચથી વધુ ખાબક્યો

વહેલી સવારથી વરસાદ વરસતા વાહનચાલકોને અને શાળામાં જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

નવસારી જિલ્લામાં બે દિવસના વિરાબ બાદ ફરી એકવાર ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં આજે વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વાંસદામાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસતા વાહનચાલકોને અને શાળામાં જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યમાં 23 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી મેઘરાજા સમગ્ર ગુજરાતમાં મન મૂકીને વરસ્યા હતા. જેના પગલે અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે બે દિવસના વિરામ બાદ ફરીથી રાજ્યમાં વિવિધ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.

 નવાસારી જિલ્લામાં વહેલી સવારથી વરસેલા વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો, વાંસદામાં 5.3 ઈંચ, ખેરગામમાં 19 મી.મી, ચીખલીમાં 11 મી.મી, ગણદેવીમાં 8 મી.મી, નવસારીમાં 3 મી.મી અને જલાલપોરમાં 2 મી.મી વરસાદ ખાબક્યો હતો.

(1:10 PM IST)