News of Monday, 2nd September 2024
સહકારીતા સંવર્ધન કાર્યશાળાઃ સંઘાણીની ઉપસ્થિતી
કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખ ખાતે

અમરેલી,તા. ૨: દેશના વિકાસનું પ્રમુખ પીઠબળ કૃષિ અને સહકાર ને દેશના પ્રવાસન ક્ષેત્ર એવા પહાડી વિસ્તારના વિકાસમા મહત્વની ભૂમિકા નીભાવવા તત્પર છે તેમ ભારત દેશના મુગટસમા કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ પ્રવાસે પહોચેલા ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આયોજીત સહકારીતા સંવર્ધન કાર્યશાળાને સંબોધતા જણાવ્યુ હતું. સંઘાણીએ વધુમા જણાવેલ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ સહકારી પ્રવૃતિ વધુમા વધુ લોકભોગ્ય અને સક્ષમ બને,તંદુરસ્ત ખેત ઉત્પાદ મેળવે, જમીન સરાયણમૂકત બને તે દિશામા અસરકારક પહેલ કરવાપર ભાર મૂકયો હતો.
સંઘાણી એ વધુમા જણાવેલ કે, લદાખ દેશનું પ્રમુખ પ્રવાસન ક્ષેત્ર અને દેશનો મુગટ છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસમા સહકારને સામેલ કરી કૃષિ, પશુપાલન, પ્રવાસન અને આત્મનિર્ભર યોજનાઓને ગતીશિલ બનાવવા આહ્વાન કરવા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્ન ભભસહકાર થી સમૃઘ્ધિભભ તરફ આગળ વધવા સંઘાણીએ જણાવ્યું હતું. સહકારીતા સંવર્ધન કાર્યશાળા કાર્યક્રમમા દિલીપ સંઘાણી ઉપરાંત ડો.પવન કોટવાલ ઉપરાજયપાલના સલાહકાર, માઈકલ એમ.ડીસુજા પ્રશાસન સચિવ અને સહકારીતા વિભાગ, સ્ટૈનજિન ચોસફેલ કાર્યકારી પાર્ષદ લડાખ, સુધીર મહાજન, એન.સી.યુ.આઈ.ના સી.ઈઓ, પ્રદિપકુમાર એન.સી.યુ.આઈ.ગવર્નીગ કાઉન્સિલ સદસ્ય, સહકારી આગેવાન અને ઉન્નતિ કો.ઓપ.સોસાયટી અઘ્યક્ષ વિક્રાંત ડોગરા સહિત ગણમાન્ય મહાનુભાવો અને સ્થાનિક સહકારી આગેવાનો-કાર્યકરોની ઉપસ્થિત રહયા હતા. સંઘાણીએ પહાડી પ્રદેશોમાં ચાલતી વિવિધ સહકારી પ્રવૃતિઓની સવિષેશ જાણકારી મેળવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, લદાખ પહાડી ક્ષેત્રમા સહકારી પ્રવૃતિપણ સારો વિકાસ જોઈ રહી છે અને તેથી તે દિશામા સહકારી સંવર્ધન કાર્યશાળાઓ અગ્રીમ ભૂમિકા નિભાવશે તેવો એકસુર વ્યકત થયો હતો તેમ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયુ છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
