<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

તાપીના સોનગઢ-વ્યારામાં 8 ઈંચથી વધુ વરસાદ: ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ વરસાદ ખાબક્યો

સાંજે 6 વાગ્યા સુધીમાં ઉચ્છલમાં 6.85 ઈંચ, ડોલવણમાં 6.57 ઈંચ, ડાંગના વઘઈમાં 7.64 ઈંચ,સુબીરમાં 5.79 ઈંચ, નવસારીના વાંસદામાં 6.54 ઈંચ, ભરુચમાં 5.35 ઈંચ, જ્યારે ડાંગ-આહવામાં 4.33 ઈંચ વરસાદ

સુરત :  આજે દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં વરસાદ ખાબક્યો છે. સાંજે 5 વાગ્યાની આસપાસ ભારે પવન સાથે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદની શરૂઆત થઇ હતી. જો કે આજે વહેલી સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. સાંજે 6 વાગ્યા સુધીમાં 111 તાલુકામાં મેઘમહેર થઈ છે. એમાં પણ સૌથી વધુ વરસાદ તાપી અને ડાંગ જિલ્લામાં ખાબક્યો છે. જાણો 6 વાગ્યા સુધી રાજ્યના ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે.

આજે તાપીના સોનગઢમાં 8.58 ઈંચ, વ્યારામાં 8.23 ઈંચ, ઉચ્છલમાં 6.85 ઈંચ, ડોલવણમાં 6.57 ઈંચ, ડાંગના વઘઈમાં 7.64 ઈંચ,સુબીરમાં 5.79 ઈંચ, નવસારીના વાંસદામાં 6.54 ઈંચ, ભરુચમાં 5.35 ઈંચ, જ્યારે ડાંગ-આહવામાં 4.33 ઈંચ વરસાદ નોંધાયો છે.

   આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને બનાસકાંઠામાં અતિભારે તેમજ અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(8:29 PM IST)