<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

હડતાલ પર ઉતરેલા રેસીડેન્ટ ડૉક્ટરો ફરજ પર હાજર નહીં થાય તો ભરાશે શિક્ષાત્મક પગલા: રાજ્ય સરકારનું અલ્ટીમેટમ

કાલ સવારે 9 વાગ્યાથી ફરજ પર હાજર નહીં થાય તો સરકાર એક્શન લેશે

અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં પીજી ડૉક્ટર્સ એટલે કે જુનિયર ડૉક્ટર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેથી હડતાલ પર ઉતરેલા રેસીડેન્ટ ડૉક્ટરો ફરજ પર હાજર નહીં થાય તો શિક્ષાત્મક પગલા લેવાશે તેવા આદેશ આપવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, આવતીકાલ સવારે 9 વાગ્યાથી ફરજ પર હાજર થવા સરકાર દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો કાલે ફરજ પર હાજર નહીં થાય તો સરકાર એક્શન લેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

 ઉલ્લેખનીય છે કે, જુનિયર ડૉકટરોની હડતાળને પગલે બીજે મેડિકલ કોલેજ તરફથી સૂચના અપાઈ છે.આવતીકાલે સવારે 9 વાગે તમામને ફરજીયાત કામ પર હાજર થવા સૂચના આપવામાં આવી છે. જો આંદોલનકારી જુનિયર ડૉકટરો હાજર ન થાય તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની દર્શાવી તૈયારી છે. કારણ કે, અમદાવાદમાં જુનિયર ડૉક્ટરોની હડતાળને લઈ દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. બીજે મેડિકલ કેમ્પસમાં ઈન્ટર્ન અને રેસીડેન્ટ ડોક્ટરો હડતાળ ઉતર્યા છે

અત્રે . ઉલ્લેખનીય છે કે, જુનિયર તબીબો કામથી અળગા રહેતા દર્દીઓની લાંબી કતારો લાગી છે. આ સાથે OPD વિભાગમાં દર્દીઓ લાંબી કતારામાં જોવા મળ્યા છે.અત્યારે દર્દીઓ ભારે પરેશાન થઈ રહ્યાં છે.

(9:49 PM IST)