<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

આગામી 3 કલાક માટે રાજ્યના 15 જિલ્લામાં રેડ એલર્ટ : તોફાની પવન સાથે પડી શકે ભારે વરસાદ

વરસાદની સાથે 40થી 60 કિમીની ઝડપે પવન ફુંકાવવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ : હવામાન વિભાગે, આગામી 3 કલાક માટે 15 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદ , ભરૂચ , આણંદ, નર્મદા, ગાંધીનગર, મહેસાણા, દાહોદ, મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં વરસાદની સાથે 40થી 60 કિમીની ઝડપે  પવન ફુંકાવવાની આગાહી કરી છે.

(9:14 PM IST)