News of Monday, 2nd September 2024
પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટીને પાર :ભારે પૂરની સ્થિતિ :નવસારી જિલ્લામાં 300 થી વધુ લોકોનું સ્થળાંતર
નવસારી જિલ્લાની બીલીમોરા અને નવસારી નગરપાલિકા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા: સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી

સુરત : ઉપરવાસના ભારે વરસાદના કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટી વટાવી જતાં પૂરની સ્થિતિ સર્જાઈ હોવાનું નવસારી જિલ્લા કલેકટરે જણાવ્યું છે. સમગ્ર જિલ્લામાંથી 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. સાવચેતીના ભાગરૂપે નવસારી શહેરમાંથી સૌથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે પૂરની સ્થિતિ થઈ છે. પૂર્ણા નદીની જળસપાટી 28 ફૂટ પર પહોંચી છે. જે ભયજનક સપાટીથી ત્રણ ફૂટ ઉપર વહી રહી છે. અંબિકા નદીની જળસપાટી 32 ફૂટ પર પહોંચી, ભયજનક સપાટીથી ચાર ફૂટ ઉપર વહી રહી છે. નવસારી જિલ્લાની બીલીમોરા અને નવસારી નગરપાલિકા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
