<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

અંબિકા નદીની જળ સપાટી ઝડપભેર વધતા નદીમાં 10 જેટલા મજૂરો સાથે બે ટ્રક પાણીમાં તણાવા લાગી

માત્ર 2 કલાકમાં અંબિકા નદીની સપાટી 8 ફૂટ વધી : 14 જેટલા ગામોમાં પાણી ભરવાની શરૂઆત ; નદીકાંઠાના 16 ગામોને એલર્ટ કરાયા

નવસારીમાં બીલીમોરા શહેર નજીકથી વહેતી અંબિકા નદી 29 ફૂટ ભયજનક સપાટી વટાવીને 32 ફૂટ પર પહોંચી છે

અંબિકા નદીની સપાટી વધતા નદીમાં 2 ટ્રક તણાઈ હતી. અંબિકા નદીમાં રેતી કાઢવા જતા નદીના પાણી ફરી વળતા 10 જેટલા મજૂરો સહિત 2 ટ્રક પાણીમાં તણાઈ હતી. માત્ર 2 કલાકમાં અંબિકા નદીની સપાટી 8 ફૂટ વધી હતી.

અંબિકા નદીની સપાટી વધતા ગોલગામ સંપર્ક વિહોણું થયું છે. અંબિકા નદી કાઠાના 14 જેટલા ગામોમાં પાણી ભરવાની શરૂઆત થઇ છે. ભાઠા કલમઠા વિસ્તારોમાં વાડીઓમાં પાણી ભરાયા છે, તો ગણદેવી તાલુકાના અંબિકા નદીકાંઠાના 16 ગામોને એલર્ટ કરાયા છે

(9:20 PM IST)