તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
નવસારી શહેરની પૂર્ણા નદી ભયજનક સપાટી નજીક પહોંચી: જળ સપાટીમાં બે કલાકમાં 10 ફૂટનો વધારો
પૂર્ણા નદીમાં એક અઠવાડિયામાં બીજી વાર પૂરની સ્થિતિ:નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

નવસારી શહેરની પૂર્ણા નદી ભયજનક સપાટી નજીક પહોંચી છે. પૂર્ણા નદીના જળસ્તરમાં બે કલાકમાં 10 ફૂટ જેટલો થયો વધારો થયો છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, જયારે હાલ પૂર્ણ નદીની સપાટી 22 ફૂટ પર પહોંચી છે.
સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદના કારણે પૂર્ણા નદીમાં એક અઠવાડિયામાં બીજી વાર પૂરની સ્થિતિ ઉભી થઇ છે, જેના કારણે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
