<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામ વિધાનસભાના કાર્યકર્તાઓની સાથે પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ ભગવાન સોમનાથના મંદિરે ધ્વજા રોહણ કર્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વર્ષો પછી આજના દિવસે સોમવતી અમાસનો શુભ સંયોગ બન્યો છે. પવિત્ર શ્રાવણના આખરી દિવસે ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામ વિધાનસભાના કાર્યકર્તાઓની સાથે પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ ભગવાન સોમનાથના મંદિરે ધ્વજા રોહણ કર્યું હતું. ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે ભગવાન સોમનાથ સૌનું ભલું કરે તથા મારા વિરમગામ વિધાનસભાના લોકોને સુખ, સમૃદ્ધિ અને એશ્વર્ય આપે તેવી પ્રાર્થના કરી હતી.

(9:55 PM IST)