News of Monday, 2nd September 2024
રાજ્યના 123 તાલુકામાં વરસાદ :તાપી, ડાંગ, નવસારી અને ભરુચ જિલ્લામાં 6 ઈંચથી વધુ: સોનગઢ-વ્યારામાં મેઘો અનરાધાર વરસ્યો
તાપીના સોનગઢમાં 8.66 ઈંચ, વ્યારામાં 8.27 ઈંચ, ઉચ્છલમાં 6.85 ઈંચ, ડોલવણમાં 6.57 ઈંચ, વલોદમાં 3.58 ઈંચ વરસાદ: ડાંગના વઘઈમાં 7.64 ઈંચ,સુબીરમાં 5.87 ઈંચ, નવસારીના વાંસદામાં 6.54 ઈંચ, ભરુચમાં 6.34 ઈંચ, ડાંગ-આહવામાં 4.33 ઈંચ વરસાદ નોંધાયો

અમદાવાદ દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતનના વિસ્તારોમાં સારો એવો વરસાદી પડ્યો છે. ત્યારે સુરતથી લઈને અમદાવાદ સુધીના રાજ્યના 123 તાલુકા તરબોળ થઈ ગયા છે.
આજે સાંજે 8 વાગ્યા સુધીમાં 123 તાલુકામાં મેઘમહેર થઈ છે. એમાં પણ સૌથી વધુ વરસાદ તાપી અને ડાંગ જિલ્લામાં ખાબક્યો છે. જાણો 8 વાગ્યા સુધી રાજ્યના ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, ડાંગ સહિતના વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ ખાબક્યો છે. આજે તાપીના સોનગઢમાં 8.66 ઈંચ, વ્યારામાં 8.27 ઈંચ, ઉચ્છલમાં 6.85 ઈંચ, ડોલવણમાં 6.57 ઈંચ, વલોદમાં 3.58 ઈંચ વરસાદ પડ્યો છે. તો ડાંગના વઘઈમાં 7.64 ઈંચ,સુબીરમાં 5.87 ઈંચ, નવસારીના વાંસદામાં 6.54 ઈંચ, ભરુચમાં 6.34 ઈંચ, જ્યારે ડાંગ-આહવામાં 4.33 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 3 સપ્ટેમ્બરે ભરૂચ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપ્યું છે. આ સિવાય ભાવનગર બોટાદ આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે.
તો 4 સપ્ટેમ્બર કચ્છ બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
5 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
તો 6 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટશે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 7 સપ્ટેમ્બરે નવસારી, દાદરા નગર હવેલી, વલસાદમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
