તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
રાજપીપળામાં વરસાદનો મિજાજ છટક્યો : મુખ્ય માર્ગો પાણીમાં જળબંબાકાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગાહી મુજબ રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં સવારથી ધીમીધારે વરસાદ પડતો હતો પરંતુ બપોર બાદ અચાનક વરસાદનો મિજાજ છટક્યો હોય એમ ધોધમાર વરસાદ વરસતા રાજપીપળાના મુખ્ય માર્ગ જળબંબાકાર જોવા મળ્યા હતા. જાણે માર્ગો ઉપર નદી વહેતી થઈ હતી.
જેમાં રાજપીપળા સ્ટેશન રોડ પર ભારે પાણી ભરાયા હતા અને જૂની જેલ ગૌતમ સ્ટોર પાસે આવેલી દુકાનો માં જાણે પાણી ભરાવવાની તૈયારી દેખાતી હતી. જોકે આ ધોધમાર વરસાદના કોઈને નુકશાન કે જાનહાનિ જેવી કોઈ ઘટના સામે આવી નથી પરંતુ વરસાદે મિજાજ જરૂર છટકાવ્યો હતો.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
