તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
બે દિવસ નાં વિરામ બાદ મેઘરાજાએ ફરી બેટિંગ શરૂ કરતાં નર્મદા જિલ્લામાં આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: સવારથી જ નર્મદા જિલ્લામા ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, જોકે બે દિવસથી મેઘરાજા એ ખમ્મા કરી હતી અને આજથી ફરી બેટિંગ શરૂ કરતાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં સોમવારે આખો દિવસ અંધારિયા વાતાવરણ સાથે વરસાદ ચાલુ રહ્યો હતો
ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો. અને શનિવારથી મેઘરાજાએ વિરામ લીધો હતો. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માં વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ માટે આગાહી કરી હતી જેમાં આજે રાજ્યના નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાત જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વહેલી સવારે નર્મદા જીલાનાં પાંચેય તાલુકા મા ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સૌથી વધુ તિલકવાડા તાલુકામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ ને વીજળી નાં કડાકા સાથે વરસાદ પડયો હતો.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
