તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, મંગળવાર
News of Monday, 2nd September 2024
નાની સિંગલોટી ગામથી નાકાબંધી કરી પોલીસે ઇકો ગાડી માથી રૂ. ૨.૪૨.૪૦૦ નો દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામ નજીક પોલીસે નાકા બાંધી કરી અંગ્રેજી દારૂનો મુદ્દામાલ ઝડપી ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસે બાતમીના આધારે નાની સિંગલોટી ગામ નજીક નાકાબંધી કરતા એક ઇક્કો ગાડીમાં વ્હીસ્કી પ્લા.ના કવાર્ટરીયા આઠ પેટીમા કુલ નંગ-૩૮૪ જેની કુલ કિં.રૂ.૩૮,૪૦૦ ગણી તથા ઇક્કો ગાડીનો રજી.નંબર- GJ-16-CH-1640 ની આશરે કિં.રૂ.૨,૦૦,૦૦૦- તથા એન્ડ્રોઇડ મોબાઈલ નંગ-૦૨ જેની આશરે કિં.રૂ.૪૦૦૦- મળી તમામ પ્રોહી. મુદ્દામાલની કુલ કિં.રૂ.૨.૪૨,૪૦૦ નો ઝડપી પાડી રોહીતભાઇ રૂપાભાઇ વસાવા( રહે.માલ મેડીફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) ને પ્રોહી.નો મુદ્દામાલ વાહતુક કરી લઇ આવતા નાકાબંધી દરમ્યાન પકડી પાડ્યો હતો જ્યારે તેની સાથેનો ઇસમ અર્જુનભાઇ અમરસિંગભાઇ વસાવા રહે. માલ મેડીફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા નો ઝાડી ઝાખરામા નાસી ગયેલ તથા આ પ્રોહી. નો મુદ્દામાલ આપનાર દિનેશભાઇ વળવી રહે.ખાઇ તા.અક્લકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓએ એકબીજાની મેળાપણી થી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
