News of Tuesday, 3rd September 2024
૧૦ મી સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા ઝાપટાથી માંડી હળવાથી મધ્યમ તો અમુક દિવસે સિમિત વિસ્તારમાં ભારે-વધુ ભારે વરસાદ પડી શકેઃ અશોકભાઇ પટેલ
ગુજરાત રીજીયનમાં વધુ સારો વરસાદ પડશે, એક કરતા વધુ રાઉન્ડની શકયતા : ગુજરાત રિજીયનને અડીને આવેલા સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વધુ વરસાદ પડશેઃ બુધ-ગુરૂ પવનનું જોર રહેશે

રાજકોટઃ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૩ થી ૧૦ સપ્ટેમ્બર સુધીની આગાહી કરી છે. આ રાઉન્ડમાં ગુજરાત રીજીયનમાં સારો વરસાદ પડશે તો ગુજરાત રીજીયનને અડીને આવેલા સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર-કચ્છનાં બાકીના વિસ્તારોની સરખામણીએ વધુ વરસાદ પડશે.
હાલ ની સ્થિતિજોઇએ તો ગઈકાલે પૂર્વ વિદર્ભ અને અડીને આવેલા તેલંગાણા પરનું ડિપ્રેશન પヘમિ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને વિદર્ભના મધ્ય ભાગો અને આસપાસ નબળું પડી વેલ માર્કંડ લો પ્રેશરમાં પરિવર્તિત થયું. આજે તે વિદર્ભ અને નજીક માં આવેલા પશ્ચિમ મધ્ય પ્રદેશ તરફ લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને લો પ્રેશરમાં નબળું પડવાની શકયતા છે.
સી લેવલ પર ચોમાસાની ધરી હવે જેસલમેર, ઉદયપુર, ઈન્દોર, વિદર્ભ અને આસપાસમાં આવેલ વેલ માર્ક્ડ લો પ્રેશર સેન્ટર, રામાગુંડમ, વિશાખાપટ્ટનમ અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ લંબાય છે .
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો તેની ધરી Lat 31Þ અને Long 65°E. 5.8 કિમી સરેરાશ દરિયાની સપાટીથી ઉપર છે.
મધ્ય પાકિસ્તાન અને નજીક આવેલા પશ્ચિમ રાજસ્થાન પર યુએસી ૧.૫ કિમી અને ૩.૧ કિમી વચ્ચે યથાવત છે.
૩.૧ કિમિ લેવલ માં એક બહોળું સાયક્લોનિક સકર્યુલેશન આંધ્રપ્રદેશથી ગુજરાત સુધી ફેલાયેલ છે.
દરિયાની સપાટીએ ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળના દરિયા કાંઠા સુધી છે.
મધ્ય પશ્ચિમ અને લાગુ નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પાર નવું લો પ્રેશર ૦૫મી સપ્ટેમ્બર, ૨૦૨૪ આસપાસ થવાની શકયતા.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ ૩ થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીની આગાહી કરતા જણાવેલ કે, ગુજરાત રિજિયનમાં આગાહીના સમયગાળા દરમિયાન એક કરતા વધુ રાઉન્ડ વરસાદની શકયતા છે. આગાહીના સમયગાળાના મોટા ભાગના દિવસોમાં ઠીક ઠીક વ્યાપક હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શકયતા, સાથે સીમિત વિસ્તારોમાં વધુ ભારે વરસાદની શકયતા. તારીખ ૪/૫ સપ્ટેમ્બરના પવનની ઝડપ વધુ રહે.
જયારે સૌરાષ્ટ્ર અને કચ્છઃ છૂટાછવાયા ઝાપટા અને/અથવા હળવો/મધ્યમ વરસાદ તેમજ આગાહીના અમુક દિવસો સીમિત વિસ્તારમાં ભારે તેમજ વધુ ભારે વરસાદની શકયતા. ગુજરાત રિજિયનને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના વિસ્તારોની સરખામણીમાં વધુ વરસાદ અને કવરેજની શકયતા છે. પવનની ઝડપ તારીખ ૪/૫ સપ્ટેમ્બરના પ્રમાણમાં વધુ રહેવાની શકયતા છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
