તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
ગુજરાત સહીત દેશના અનેક રાજ્યોમાં પાંચ દિવસ વરસાદની આગાહી
આગામી બે દિવસ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

અમદાવાદ : ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ આફત બની રહ્યો છે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી વરસાદની આગાહી જાહેર કરી છે અને ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત આગામી 2 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં વરસાદનો કહેર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી છે અને ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMD કહે છે કે ડિપ્રેશન, શીયર ટ્રફ, મોનસૂન ટ્રફ શિયર ઝોન નામની ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
