<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદી માહોલથી જળાશયોમાં નવા નીર :ધરોઈ, ગુહાઈ, હાથમતી અને હરણાવ ડેમમાં પાણીની આવક થઇ

જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની આવક નોંધાઈ

સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદી માહોલથી ડેમમાં નવા નીરની આવક થઈ છે. જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ, ગુહાઈ, હાથમતી અને હરણાવ ડેમમાં નવા નીરની આવક જોવા મળી છે. ધરોઈ ડેમમાં 11,111 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ ડેમની સપાટી 185.82 મીટર, પાણીનો જથ્થો 57.68 ટકા છે.

   હાથમતી જળાશયમાં 350 ક્યુસેક આવક, પાણીનો જથ્થો 38.23 ટકા જોવા મળ્યો છે. ગુહાઈ ડેમમાં 1535 ક્યુસેક પાણીની આવક, 35.23 ટકા જથ્થો છે. આ તરફ હરણાવ ડેમમાં 110 ક્યુસેક આવક સામે 110 ક્યુસેક જાવક કરવામાં આવી છે.

(1:17 PM IST)