<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક: ડેમના 14 દરવાજા ખોલાયા

ડેમના કેચમેંટ એરિયામાં ભારે વરસાદના કારણે 1,47,262 ક્યુસેક પાણીની આવક:ડેમમાંથી 1 લાખ 63 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે: ડેમના 12 ગેટ 6 ફૂટ અને 2 ગેટ 7 ફૂટ સુધી ખોલાયા

સુરત :ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા તાપીના ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવક શરુ થતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ઉકાઈ ડેમના કેચમેંટ એરિયામાં ભારે વરસાદના કારણે 1,47,262 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી 1 લાખ 63 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

ડેમના 14 ગેટ ખોલી પાણી તાપી નદીમાં છોડાયુ છે. 12 ગેટ 6 ફૂટ અને 2 ગેટ 7 ફૂટ સુધી ખોલાયા છે. નદી કિનારેના લોકોને સાવચેતીના ભાગરુપે ગામોને એલર્ટ કરાયા છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 336.22 ફૂટ પર પહોંચી છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે

(1:26 PM IST)