<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

આજે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા તૂટી પડશે : ભારેથી અતિભારે વરસાદની શક્યતા : અમદાવાદ, રાજકોટ, સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, જ્યારે ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઓરેન્જ અને ક્યાંક યલો એલર્ટ અપાયું : અમદાવાદમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ

અમદાવાદ તા.૩ :  ગુજરાતમાં બે દિવસથી મેઘો મૂશળધાર વરસી રહ્યો છે. ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઓરેન્જ અને ક્યાંક યલો એલર્ટ અપાયું છે. અમદાવાદમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ અપાયું છે. 

આજે 3 સપ્ટેમ્બરના રોજ ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડમાં અતિથી અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદ થઇ શકે તેમ હોવાથી યલો એલર્ટ અપાયું છે. 

 

4 સપ્ટેમ્બરના રોજ ભરૂચ, બનાસકાંઠા, સુરત, નવસારી, તાપી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગમાં ભારે વરસાદ થઇ શકે છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

 

5 સપ્ટેમ્બરના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

 

6 સપ્ટેમ્બરના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

 

7 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, પાટણ, મહેસાણા, ભરૂચ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

 

8 અને 9 સપ્ટેમ્બરના રોજ નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, પાટણ, મહેસાણા, ભરૂચ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(2:19 PM IST)