News of Tuesday, 3rd September 2024
અમદાવાદની બી. જે. મેડીકલ હોસ્પીટલમાં રેસીડેન્ટ તબીબોની હડતાલ ચાલુઃ સરકારની શિક્ષાત્મક પગલાની ચીમકી
ગુજરાતમાં અન્યત્ર હડતાલની અસર નહીવતઃ સાંજે નકકર હડતાલ અંગે નિર્ણયની શકયતા

રાજકોટ તા. ૩ :.. ગુજરાતમાં સરકારી મેડીકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજયુએશનમાં અભ્યાસ કરતા રેસીડેન્ટ ડોકટર દ્વારા સ્ટાઇપેન્ડ પ્રશ્ને હડતાલ પાડી છે ત્યારે આજે માત્ર અમદાવાદની બી. જે. મેડીકલ કોલેજના તબીબોએ હડતાલ પાડી છે. અન્યત્ર તબીબો ફરજ પર હાજર છે. ગુજરાત સરકારે પણ હડતાલ પ્રશ્ને તબીબોના વલણ સામે રોષ વ્યકત કરીને હડતાલ સમેટવા અનુરોધ કર્યો છે.
દરમિયાન રાજય સરકાર પણ હડતાલ ઉપર ઉતરેલા તબીબો સામે શિક્ષાત્મક પગલા ભરવા મકકમ હોવાનું જાણવા મળે છે. આજ સાંજ સુધીમાં હડતાલ અંગે મકકમ નિર્ણય થવાની શકાય છે.
ગુજરાતમાં રેસિડેન્સ ડોક્ટર્સ દ્વારા હડતાળ ચાલી રહી છે. જોકે, આ હડતાળ આખા ગુજરાતમાં માત્ર અમદાવાદમાં જ ચાલી રહી છે, ત્યારે તેને રોકવા માટે બીજે મેડિકલ કોલેજના ડીને આજે હડતાળ કરાશે, તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. એટલું જ નહીં, હડતાળ મામલે ડીને શાહીબાગ પોલીસને જાણ કરી છે. જ્યારે ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિએશનનો આક્ષેપ છે કે, તેમને નાપાસ કરવા તથા સસ્પેન્ડ કરવાની ધમકી અપાઈ રહી છે.
બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદના જુનિયર ડોક્ટરો સરકારના ૨૦ ટકા સ્ટાઈપેન્ડના વધારા તેમજ ૫ વર્ષ સુધીના ફીકસેશનનો સખ્ત વિરોધ કરતાં સંપૂર્ણ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. અમારી મુખ્ય માંગોમાં આરોગ્યમંત્રીના આશ્વાસન મુજબ ના સ્ટાઈપેન્ડ વધારા ઉપરાંત આવનાર દર વર્ષથી સ્ટાઈપેન્ડમાં મોંઘવારી અનુસાર વધારા માટે એક ફિક્સ પોલિસીનો અમલ કરવામાં આવે. દિવસે દિવસે વધતી મોંઘવારી, મેડિકલ કોલેજોના અસહ્ય ફી વધારા જેવા પરિબળો અમારી માંગણીઓની યોગ્યતા પુરાવે છે. અમે સમગ્ર ગુજરાતના જુનિયર ડોક્ટરોના સહયોગથી અમારી લડત ચાલુ રાખવા કટિબદ્ધ છીએ.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
