તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
સદ્ગુરૂના માટી બચાવો અભિયાનમાં બનાસ ડેરી સક્રિયપણે જોડાઇઃ પ્રયોગશાળા, જૈવીક ખાતર પ્લાન્ટનું ઉદઘાટન
માટી બચાવો પ્રોજેકટ અંતર્ગત બનાસકાંઠાના ૩પ૦૦ થી વધુ ખેડુતોને માટીની ગુણવત્તા, ભૌગોલિક સ્થિતિ અને પાકોની પસંદગી વિષે જાગૃત કરાયા આ મોડેલ માટીની ગુણવત્તાની સમસ્યા ધરાવતા કોઇ પણ પ્રદેશ માટે દાખલારૂપ : ઇશા ફાઉન્ડેશન

પાલનપુર, તા.૩ : ભારતની સૌ પ્રથમ માટી-કેન્દ્રિત ખેડૂત ઉત્પાદક કંપની (FPC) પૈકીની એકનું પ્રતિનિધિત્વ કરતા, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે થરાદમાં બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું (BSSFPC) ઉદઘાટન કરાયું. તેઓના હાથે થરાદમાં બનાસ માટી પરીક્ષણ પ્રયોગશાળા (BSTL), ખીમાણામાં બનાસ બાયોફર્ટિલાઈઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી (BBRDL) અને ખેડૂત તાલીમ હોલ પણ ખુલ્લા મુકાયા હતા.
બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીઃ બનાસ ડેરી અને માટી બચાવો અભિયાન વચ્ચેનો સહયોગ ખેડૂત ઉત્પાદક કંપની (FPC) એ બનાસ ડેરી અને માટી બચાવો અભિયાન વચ્ચેનો સહયોગ છે. તે થરાદ અને લખાણીના અર્ધ-શુષ્ક વિસ્તારોના ખેડૂતોને આ વિસ્તારની માટીમાં જીવન અને સ્વાસ્થ્ય લાવે તેવી માટીના ટકાઉ વ્યવસ્થાપનની પદ્ધતિઓ અપનાવવા અને આ બદલાવમાંથી પસાર થવા માટે તાલીમ આપશે અને માર્ગદર્શન કરશે. ખેડૂતો માટીની નબળી ગુણવત્તા, પાણીની અછત અને ખરાબ હવામાન જેવા પડકારોનો સામનો કરી રહ્યા છે, ત્યારે FPC માટીના સ્વાસ્થ્યને વધારવા, ખેતીના ખર્ચમાં ઘટાડો કરવા અને પાકના ઉત્પાદનમાં સુધારો કરવા માટે સંસાધનો અને સમર્થન પૂરું પાડશે.
માટી બચાવો અભિયાન
સહયોગની શરૂઆત
માટી બચાવો એ સદગુરૂ દ્વારા શરૂ કરાયેલ એક વૈશ્વિક અભિયાન છે. આ અભિયાન માટીના સંકટને સંબોધવા માટે, વિશ્વભરના લોકોને માટીના સ્વાસ્થ્ય માટે આગળ આવવા અને બધા દેશોના નેતાઓને ખેતીની માટીમાં સેન્દ્રિય પદાર્થોને વધારવા માટેની નીતિઓને અમલમાં મૂકવા માટે સમર્થન આપવા માટે એકજૂટ કરે છે. વિશ્વની ૫૨ ટકા ખેતીની માટી પહેલેથી જ નબળી થઈ ગઈ છે, માટી બચાવો અભિયાન ભલામણ કરે છે કે પ્રાદેશિક પરિસ્થિતિઓના આધારે ખેતીની માટીમાં ઓછામાં ઓછું ૩-૬ ટકા સોઇલ ઓર્ગેનિક મેટર (માટીમાંના સેન્દ્રીય પદાર્થોનું પ્રમાણ) (SOM) હોવું જોઈએ.
૩-૬ ટકા SOMનું લઘુત્તમ સ્તર પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યને પૂરું કરવા માટે, માટી બચાવો એ નીચે મુજબની ત્રણ ભાગમાં વિભાજિત એક વિસ્તળત યોજના રજૂ કરે છેઃ
૧. ખેડૂતોને ૩-૬ ટકા સેન્દ્રિય પદાર્થોનું લઘુત્તમ સ્તર પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહન આપવું
૨. ખેડૂતો માટે કાર્બન ક્રેડિટ ઇન્સેન્ટીવની સુવિધા આપવી
૩. ઊંચું SOM ધરાવતી માટીમાંથી ઉગાડવામાં આવેલા ખોરાક માટે ઉત્કળષ્ટ ગુણવત્તાનું ચિホ વિકસાવવું
માટી બચાવો અભિયાન ૪૧૦ કરોડથી વધુ લોકો સુધી પહોંચ્યું છે અને ૮૧ દેશો માટીની નીતિઓ ઘડવાની પ્રક્રિયામાં છે. તેને યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD), યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP), યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
શંકરભાઈ ચૌધરી બ્રાન્ડ એમ્બેસેડર
માટી બચાવો અભિયાનના ભાગ રૂપે, સદગુરૂએ ૨૦૨૨માં ૨૭ દેશોમાં ૧૦૦ દિવસની, ૩૦,૦૦૦ કિમીની એકલા મોટર સાઇકલ યાત્રા કરી હતી જેથી નાગરિકોનું સમર્થન સક્રિય કરી શકાય અને વિશ્વભરની સરકારોને વિશ્વની મરી રહેલી માટીને સંબોધિત કરતી નીતિઓ બનાવવા માટે પ્રેરિત કરી શકાય. તેમની ભારત યાત્રા દરમિયાન, સદગુરૂએ પાલનપુરમાં બનાસ ડેરીની મુલાકાત લીધેલી, જ્યાં તેમણે માટી બચાવો અભિયાન વિશે ખેડૂતોને સંબોધન કરેલું.
ખેડૂતો સાથે વાત કરતા, સદગુરૂએ તેમને યાદ અપાવ્યું, માટી બચાવો જેવું અભિયાન આવશ્યક બની ગયું છે કેમ કે તે પવિત્ર માટી જે એટલી જીવંત હતી, જેણે આ આખી સભ્યતાનું નિર્માણ કર્યું છે, તેની હવે એ હદ સુધી અધોગતિ થઈ રહી છે જ્યાં ભારતની ૬૨ ટકા માટીને ખરાબ થઈ ગયેલી ગણવામાં આવે છે.
તેમણે એ ચિંતાજનક વાસ્તવિકતા તરફ ધ્યાન દોર્યું કે આજે આપણે ટ્રેક્ટરો અને મશીનો વાળા ખેતરો બનાવ્યા છે પણ ખેતરમાં કોઈ છોડ કે ઢોર-ઢાંકર નથી, જેના વગર માટી કયારેય સમળદ્ધ ન થઈ શકે. ઢોર-ઢાંકરનું મૂલ્ય બસ તેમનાથી પેદા થતાં દૂધ જ નથી પણ છાણના રૂપમાં પશુઓનો મળ ખેતરને જીવંત રાખવા માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે. પશુઓને સમસ્યા માનવામાં આવે છે તે અંગે ચિંતા વ્યક્ત કરતા, તેમણે આ વલણ સામે ચેતવણી આપી અને તેઓને યાદ અપાવ્યું કે આગામી ૧૦-૧૫ વર્ષમાં, જો આપણા પશુઓની સંખ્યા ૫૦ ટકા ઘટી જાય, તો આપણે દેશને મારી રહ્યા છીએ. જે દિવસે આપણે આ ભૂમિ પરના આપણા પશુઓ ગુમાવીશું, તે દિવસે આપણે માટીની હત્યા કરી નાખીશું.
અગાઉની એક પત્રકાર પરિષદમાં, સદગુરૂએ પશુપાલનના ક્ષેત્રમાં શ્રી શંકરભાઈ ચૌધરીની આગેવાનીની પ્રશંસા કરી અને તેમને માટી બચાવો અભિયાન માટે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યા.
ઈશા યોગ કેન્દ્ર ખાતે બનાસ સેવ સોઇલ વર્કશોપ
શંકરભાઈ ચૌધરીના નેતળત્વમાં બનાસ ડેરીના આગેવાનોની ટીમે ૨૧-૨૩ ડિસેમ્બર, ૨૦૨૨ દરમિયાન માટીના પુનર્જીવન માટે સમર્પિત ૩-દિવસીય વર્કશોપ માટે ઈશા યોગ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ વર્કશોપનું સંચાલન માટી બચાવો ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ચર્ચાઓ અને ખેતરની મુલાકાતોનો સમાવેશ થતો હતો. આ મુલાકાત માટીના સ્વાસ્થ્ય પર આધારિત એફપીઓની (FPO) સ્થાપના કરવા માટેના એક લાંબા ગાળાના સહયોગમાં પરિણમી છે.
બનાસકાંઠામાં પ્રોજેક્ટના કામ
બનાસ ડેરી અને માટી બચાવો અભિયાન વચ્ચેની ભાગીદારી બનાસકાંઠામાં અનેક પરિવર્તનકારી પરિયોજનાઓનું નેતળત્વ કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય ખેતીની પદ્ધતિઓ અને માટીના સ્વાસ્થ્યમાં ક્રાંતિ લાવવાનો છે. આ સહયોગ ક્રાંતિકારી પહેલોની એક શ્રેણી લાવવા માટે તૈયાર છે જે લાંબાગાળાની ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા માટે આધુનિક ટેક્રોલોજીને ખેતીની પરંપરાગત સમજ સાથે જોડે.
માટી બચાવો પ્રોજેક્ટના કામ
ગયા વર્ષની કેટલીક મુખ્ય વાત એ રહી છે કે ખેડૂતોને માટીની બગડતી જતી સ્થિતિમાંથી માટીનું નિર્માણ કરવા માટેની જાગળતિ લાવવા તરફ લઈ જવાની શરૂઆત કરાવવી. આમાં લગભગ ૩૫૦૦ થી વધુ ખેડૂતો સાથે ભૌગોલિક સ્થિતિ, પાકો અને વસ્તીને લગતી વિગતવાર ટેકનિકલ સંભાવનાઓનો અભ્યાસ કરવાનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં, ૧૪,૪૯૨ ખેડૂતો વાળા ચાલીસ ગામોની પસંદગી કરવામાં આવી છે અને ૪૦ ગામોની માટીના ૫૧૦ નમૂનાઓ સાથે માટીની બેઝલાઈનનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. આર્થિક બેઝલાઈનના અભ્યાસ ઉપરાંત, ૭૦૦ ખેડૂતો સાથે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. માનવ વર્તણૂક, પાકનો ક્રમ, જોખમ-વળતર મૂલ્યાંકન, ખેડૂતોની મુશ્કેલીઓ વગેરેનો અભ્યાસ કરવા માટે વિગતવાર સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેના પરિણામે આ વિસ્તારની સ્પષ્ટ તસ્વીર દર્શાવતો ૧૦૦થી વધુ પાનાનો વિગતવાર અહેવાલ તૈયાર થયો. આ અહેવાલે ખેડૂતો માટે યોજના અને આર્થિક પક્ષ્રસ્તાવ બનાવવામાં મદદ કરી.
સ્થળ પરના ઊંડાણપૂર્વકના આ બધા જ કાર્યો માટી અને પાક આધારિત તાલીમની રચના, પાકોની પસંદગી, રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓના નિષ્ણાતોને સામેલ કરવા, અને IFS (સંકલિત ખેતી પદ્ધતિ) પર આધારિત પ્રયોગોની રચના કરીને ખેડૂત સહાય ણાલીઓની સ્થાપના તરફ દોરી ગયા છે. વધુમાં, ભૂમિત્ર તરીકે ઓળખાતા માટી માટેના ચેમ્પિયન્સનો મજબૂત પાયો બનાવવામાં આવ્યો છે જે ખેડૂતોને છેવટ સુધીની સહાય પૂરી પાડે છે. આ ભૂમિત્રો પરિવર્તન માટેના આત્મવિશ્વાસ વાળા પ્રતિનિધિઓમાં ખીલ્યા છે, જેમને તેમના સમુદાયો દ્વારા તેમના ગામોમાં આગેવાનો અને પ્રેરણાનાસ્ત્રોત તરીકે ઓળખ મળી છે.
ICAR-CSSRIના ઇનોકયુલમ સાથેના પ્રયોગો :: કેન્દ્રીય માટી ક્ષારતા સંશોધન સંસ્થાન દ્વારા ક્ષારયુક્ત માટી માટે આપવામાં આવેલા ઇનોકયુલમ સાથેના પ્રયોગોનું પરિણામ પોઝિટિવ આવ્યું છે. એક ઠોસ યોજના બનાવવા માટે આ પ્રયોગોનું ત્રણ વર્ષ સુધી નિરીક્ષણ કરવામાં આવશે. પ્રારંભિક પરિણામો અને ખેડૂતોનો પક્ષ્રતિસાદ અલગ અલગ હતા જેમાં તેમના ખેતરમાં નાના ફેરફારો સામેલ હતા. તેનાથી વિપરીત, કેટલાક ખેડૂતોએ નોંધપાત્ર ફેરફારો અને લાભો જોયા છે જેમ કે ઉત્પાદનની ગુણવત્તા વધી છે, અંકુરણ દર સુધર્યો છે, ક્ષારની સફેદી ઘટી છે અને ઉપજ વધી છે.
ગયા વર્ષમાં જ લગભગ ૨૦૦૦ થી વધુ ખેડૂતોને તાલીમ અપાઈ છે અને તેમને સતત માર્ગદર્શન સાથેની સહાય મળી રહી છે. ૪૦ ગામોમાં આપવામાં આવેલી તાલીમ, ભલામણો અને સતત કરાયેલા સંપર્કે ખેડૂતો માટે આર્થિક લાભો દર્શાવ્યા છે, જેમાં તેમની આવકમાં નોંધપાત્ર વધારાનો સમાવેશ થાય છે. અમારી ભલામણોને અનુસરીને ૩૭૦ ખેડૂતોએ મગફળીનું વાવેતર શરૂ કર્યું છે.
ખેડૂતોએ માટી બચાવો ટીમ સાથે તેમના અનુભવો શેર કર્યા છે અને તેમની સોશિયલ મીડિયા પક્ષ્રોફાઇલ પર પણ તેમની પરિવર્તનની વાર્તાઓને શેર કરી છે. તેમણે અભિયાનને તેમના વિસ્તારમાં લાવવા બદલ તેમના ચેરમેન, શ્રી શંકરભાઈ ચૌધરીનો આભાર માન્યો છે અને તેમની પ્રશંસા કરી છે.
ખેડૂત ઉત્પાદક કંપનીની
(FPC) જરૂરિયાત
દેશના ખેડૂતો સામે જે પડકાર છે તે એ છે કે, સરેરાશ, તેમની પાસે લગભગ ૨ એકર જમીન છે. જે સાધનો ખરીદવા અને બીજા બધા જરૂરી કામ કરવા તેમની માટે આર્થિક રીતે અવ્યવહારુ બનાવે છે. વધુમાં, તેઓ પરવડે તેવા દરે જરૂરી સામાન મેળવવામાં સંઘર્ષ કરે છે, અને નાની જમીન તેમની વધુ સારી કિંમતો મેળવવાની અને બજારો સુધી પહોંચવાની ક્ષમતાને અવરોધે છે. બનાસકાંઠામાં, જ્યારે એક ખેડુત પાસે સરેરાશ જમીન ૨.૪૬ હેક્ટર છે - જે રાષ્ટ્રીય સરેરાશ ૧.૭૫ હેક્ટર (૨૦૧૯) કરતાં થોડું વધારે છે - ત્યારે પણ વ્યાપક રાષ્ટ્રીય સમસ્યાઓ ઊભી જ છે.
તેથી, ઉકેલ એ છે કે, એફપીસી (FPC) દ્વારા અર્થતંત્રને મોટાપાયે ચલાવવું. ખેતી માટે જરૂરી સંસાધનોના એકીકરણથી ખેતીનો ખર્ચ ઘટાડી શકાય છે, અને તાલીમ, નિષ્ણાતની સલાહ અને માર્ગદર્શન દ્વારા ઉપજ સુધારી શકાય છે. પાક આવી ગયા બાદનું એકીકરણ બજારમાં પ્રવેશ અને વેલ્યુ એડીશનથી વધુ સારી કિંમત મેળવવા તરફ દોરી શકે છે.
એફપીસી (FPC) વડે ખેડૂતોને સશક્ત કરવા
એફપીસી (FPC) ના સભ્યોને પહેલા વર્ષ માટે મફત માટી પરીક્ષણ, ત્યારબાદના પરીક્ષણો માટે સબસિડી વાળા દરો, ડ્રોન સેવાઓ, જે-તે પ્રદેશમાં ઉગાડવામાં આવતા પાકો માટે માટીના ટકાઉ વ્યવસ્થાપનની તાલીમ અને નિષ્ણાત સલાહકારની સહાય જેવા લાભો મળશે.
બનાસ માટી પરીક્ષણ લેબોરેટરી, થરાદ
આ સહયોગની એક આધારશિલા એ માટીના સ્વાસ્થ્યને ટેકો આપવા અને વધારવા માટે રચાયેલી અત્યાધુનિક સુવિધાઓનું નિર્માણ છે. આમાં મુખ્ય છે થરાદમાં આવેલી બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી, જે ભારતની એવી અમુક જ સુવિધાઓમાંની એક છે જે માટીના જૈવિક પાસાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ અત્યાધુનિક લેબોરેટરી માટીના સૂક્ષ્મજીવોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે અને એક પ્રસોઇલ લાઈફ રિપોર્ટ આપે છે જે સૂક્ષ્મજીવ બાયોમાસ, વિવિધતા અને બેક્ટેરિયા અને ફૂગ વચ્ચેના સંતુલનનું મૂલ્યાંકન કરે છે.
અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં આવેલી ધ સોઇલ ફૂડ વેબ લેબોરેટરીઝ, કોર્નેલ યુનિવર્સિટીની સોઇલ હેલ્થ ટેસ્ટિંગ લેબોરેટરી અને યુકેમાં રોથામસ્ટેડ રિસર્ચ જેવી પ્રયોગશાળાઓ સૂક્ષ્મજીવોનું બાયોમાસ અને વિવિધતા જેવા જૈવિક માપદંડોનું વિશ્લેષણ કરતી રહી છે. પણ બનાસ લેબોરેટરી ભારતમાં આ અત્યાધુનિક મૂલ્યાંકનોને માટી પરીક્ષણમાં લાવનારી પ્રથમ લેબોરેટરીઓમાંની એક છે. તે ફૂગ અને બેક્ટેરિયાનો રેશિયો અને માટીના શ્વસન દર જેવા મુખ્ય જૈવિક સૂચકાંકોનો ઉપયોગ કરે છે. તે ખેડૂતોને તેમની માટીની જીવંત ઈકોસીસ્ટમનું સ્પષ્ટ ચિત્ર આપવા માટે જટિલ રાસાયણિક પદ્ધતિઓ અને ડાયરેક્ટ માઇક્રોસ્કોપિક પદ્ધતિઓ બંનેનો ઉપયોગ કરે છે.
૭૫ બેઠકોની ક્ષમતા ધરાવતા તાલીમ કેન્દ્ર સાથે, આ લેબોરેટરી ખેડૂતોને તેમની માટીમાં રહેલા જીવનનું ચિત્રણ મેળવવા અને તેને સુધારવા માટે સશક્ત બનાવે છે, જે ભારતમાં માટીના ટકાઉ વ્યવસ્થાપન માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે.
બનાસ બાયોફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી
ખીમાણામાં આવેલી બનાસ બાયોફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી ટકાઉ જૈવિક ખાતરોના વિકાસ માટે સમર્પિત છે. આ લેબોરેટરીનો ઉદ્દેશ પરંપરાગત રાસાયણિક ખાતરોના પર્યાવરણને અનુકૂળ વિકલ્પો પૂરા પાડવાનો છે, જે માટીની ફળદ્રુપતા વધારવા અને પર્યાવરણનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ખીમાણામાં સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી એ પણ સુનિヘુિત થશે કે નવી રચાયેલી એફપીસી (FPC) ખેડૂતોની માટીની જરૂરિયાતો અનુસાર બનાવેલી અત્યાધુનિક જૈવિક ખાતરની ટેકનોલોજીથી સજ્જ હશે.
ઉદાહરણરૂપ નમૂનો
બનવાની ક્ષમતા
બનાસ ડેરી અને માટી બચાવો વચ્ચેના સહયોગ દ્વારા માટીના ટકાઉ વ્યવસ્થાપન માટેની પદ્ધતિઓ માટે હાથ ધરવામાં આવેલી પહેલો એ બીજે પણ બનાવી શકાય તેવા મોડેલ છે. આ મોડેલ માટીની ગુણવત્તાની સમસ્યાઓ ધરાવતા કોઈપણ પ્રદેશ માટે એક ઉદાહરણરૂપ નમૂનો બનવાની ક્ષમતા ધરાવે છે
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
