<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

રાજકોટમાં કપાસનો ભાવ રૂ.1675 સુધી બોલાયો : જાણો રાજ્યની 19 માર્કેટ યાર્ડમાં શું રહ્યો ભાવ?

ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 125.50 ટન કપાસની આવક થઇ

અમદાવાદ : ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 125.50 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1675 સુધી બોલાયો હતો. રાજકોટમાં કપાસનો નીચો ભાવ 1531 રૂપિયા સુધી ગયો હતો. આ ઉપરાંત બાબરામાં 1665, ભેસાણમાં 1651, જસદણમાં 1645 અને બોટાદમાં 1622 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 125.50 ટન કપાસની આવક થઇ છે. જેમાં રાજકોટ જિલ્લામાં 36 ટન, જૂનાગઢમાં 32 ટન, અમરેલીમાં 22.60 ટન, છોટા ઉદેપુરમાં 19 ટન, બોટાદમાં 7.80 ટન, સુરતમાં 3.80, જામનગરમાં 3.20 અને ભરૂચ જિલ્લામાં 1.10 ટન કપાસની આવક થઇ છે.

(7:42 PM IST)