<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

રાત્રીના 8 સુધીમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ નોંધાયો :વાલિયામાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

ભરૂચના નેત્રંગમાં પાંચ ઈંચ વરસાદ સવારનાખાબક્યો સુરતના ઉમરપાડામાં સવા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો

ગુજરાતમાં આજે મંગળવાર 3 સપ્ટેમ્બરના રોજ,  સવારે 6 વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીના 14 કલાકમાં 191 તાલુકામાં એક મિલીમીટરથી લઈને 156 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં સૌથી વધુ 156 મિલીમીટર એટલે કે, સવાછ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જે મુખ્યત્વે સવારે 6થી 10 સુધીના ચાર કલાકના સમયગાળામાં જ વરસ્યો છે. ભરૂચના નેત્રંગમાં પાંચ ઈંચ વરસાદ સવારના સમયે ખાબક્યો હતો. સુરતના ઉમરપાડામાં સવા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે

(9:05 PM IST)