તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
મહીસાગરના કડાણા ડેમમાં ઉપરવાસથી પાણીની ભારે આવક : ડેમના 10 ગેટ ખોલી 1,33,248 ક્યુસેક પાણી નદીમાં છોડાયું
નીચાણવાળા વિસ્તારના 128 ગામોને એલર્ટ કરાયા; પાણીની આવકના પગલે ડેમની જળસપાટી 417.4 ફૂટે પહોંચી

મહીસાગરના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં, કડાણા ડેમના કુલ 10 ગેટ ખોલી 1,33,248 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. જેના પગલે, નીચાણવાળા વિસ્તારના 128 ગામોને એલર્ટ કરાયા છે. મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ એ ગુજરાત રાજ્યનો જીવાદોરી સમાન ત્રીજા સૌથી મોટો ડેમ છે.
કડાણા ડેમમાં ઉપરવાસમાંથી ભારેથી અતિભારે વરસાદના પગલે ભારે પાણીની આવક નોંધાઇ છે. જેના પગલે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ઉપરવાસમાં અનાસ નદીમાંથી 137000 ક્યુસેક જ્યારે મહી બજાજમાંથી 22715 ક્યુસેક મળી કુલ 1,54,549 ક્યુસેક પાણીની આવકના પગલે ડેમની જળસપાટી 417.4 ફૂટે પહોંચી છે. જ્યારે કુલ સપાટી 419 ફૂટ કરતા માત્ર 1.8 ફૂટ જ ખાલી છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
