<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

કીમ નદીની જળ સપાટીમાં વધારો: ઓલપાડ, માંગરોળ, હાંસોટ તાલુકાના ગામોને થશે અસર :નદી તટના ગામોને એલર્ટ કરાયા

નીચાણવાળા વિસ્તારમાં લોકોએ કોઈ પણ પ્રકારનું જોખમ ન ખેડવા માટે સૂચના આપવામાં આવી

સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદીની જળ સપાટીમાં વધારો થયો છે. કીમ નદીનું પાણી સુરતના ઓલપાડ, માંગરોળ, હાંસોટ એમ ત્રણ તાલુકાને અસર કરે છે. તંત્ર દ્વારા કીમ નદી તટના ગામોને એલર્ટ કરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં  લોકોએ કોઈ પણ પ્રકારનું જોખમ ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે

 પોલીસ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી લોકોએ સૂચના આપી છે. ઓલપાડ તાલુકાના કીમ, કઠોદરા, કીમામલી, કઠોદરા, વડોલી, ઉમરાછી ગામોને એલર્ટ કરાયા છે. તો માંગરોળના પાનસરા, બોરસરા, સિયાલજ, શેઠિ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

(9:11 PM IST)