<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

અંબાજીથી આબુરોડ જતા માર્ગ પર છાપરી ગામ પાસે ભેખડો ધસી પડી: હાઇવે વાહન વ્યવહાર માટે બંધ

બનાવને પગલે છાપરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી

બનાસકાંઠામાં અંબાજીથી આબુરોડ જતા માર્ગ પર ભેખડો ધસી પડી છે. છાપરી ગામ પાસે ભેખડો ધસી પડતા કોઈ જાનહાની થવા પામી નથી. એક તરફનો અંબાજી આબુરોડ હાઇવે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. બનાવને પગલે છાપરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આજે દિવસ ભર ધીમી ધારે વરસાદ વરસતા ભેખડો રોડ પર ધસી આવી હતી. ગુજરાત અને રાજસ્થાનને જોડતો હાઇવે માર્ગ પહાડી વિસ્તાર હોઈ ભેખડો ધસવાના બનાવ અવારનવાર બનતા હોય છે.

(9:18 PM IST)