News of Tuesday, 3rd September 2024
ચાર મહિના પહેલા જ વિધવા થયેલ મહિલાને તેના પ્રેમીએ લગ્નનું દબાણ કરતા ઝેરી દવા પીધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના એક ગામના ભોગ બનનાર મહિલાના કારેલી ગામમાં રહેતા વિકાશભાઇ પ્રવિણભાઇ તડવીનાઓ સાથે બે વર્ષથી પ્રેમ સબંધ હોય અને ભોગબનનારના પતિ છેલ્લા ચારેક મહીના પહેલા મૃત્યુ પામેલા હોય વિકાશ ભાઇ એ ભોગ બનનારને અવાર-નવાર ફોન કરી તેમજ મેસેજ કરી મળવા બોલાવી, લગ્ન કરવાની તેમજ તેની સાથે લઇ જવા માટે દબાણ કરતો હોય અને ભોગ બનનાર તેની સાથે લગ્ન કરવા માંગતા ના હોય જેથી તેને મનમાં લાગી આવતા પોતાની જાતે ઘાસ મારવાની દવા પી જતા સારવાર માટે ખસેડાયા હતા. રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
