<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

ચિત્રાખાડી ગામમાં પાણી બાબતે માથાકુટ થતા કુહાડી વડે હુમલા માં મહિલા ને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના ચિત્રાખાડી ગામમાં નજીવી બાબતે મહિલા પર કુહાડી વડે હુમલો કરાયો છે
    પ્રાપ્ત માહિતી અનુસાર કનુબેન અરવિંદભાઇ તડવી (ઉ.વ.આ.૪૫)( રહે ચિત્રાખાડી તા તિલકવાડા જી નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના ઘરે  હતા અને ઘરની આગળ વાસણ સાફ કરતા હતા તે દરમ્યાન તેમના પાડોસી તેમના જેઠાણી જશોદાબેન શંકરભાઇ તડવી નાઓ તેમના ઘરમાંથી ગાળો બોલવા લાગેલ અને અહી કેમ પાણી વેરો છો કેમ કહેતા કનુબેને જણાવેલ કે અહી જાત-જાતના જીવડા છે તો તે ધોવાય જાય તેથી પાણી વેરુ છુ તેમ જણાવતા અચાનક મનુબેનના જેઠ શંકરભાઇ હિંમતભાઇ તડવી તેમના હાથમા કુહાડી લઈ ને દોડી આવતા કનુબેને કુહાડી પકડી લેતા ખેંચ તાણમાં કુહાડીનો ફળનો ભાગ વાગી જતા લોહી નિકળવા લાગેલ તથા ડાબા હાથની ટચલી આંગણી તેમજ કપાળના ભાગે વાગી જતા ઇજા થઇ હોય આ બાબતે તિલકવાડા પોલીસે (૧) જશોદાબેન શંકરભાઇ તડવી (૨) શંકરભાઇ હિંમતભાઇ તડવી (બંને રહે ચિત્રાખાડી તા તિલકવાડા જી નર્મદા) વિરૂદ્ધ તિલકવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે

(11:01 PM IST)