News of Tuesday, 3rd September 2024
નર્મદા પોલીસ માનવતાવાદી કામગીરી: અશ્વિન નદીના ધસમસતા પાણી માં પિકઅપ ગાડી સાથે એક યુવકને પાણીમાં ડૂબતી બચાવ્યો
તિલકવાડા પોલીસ અને SDRF ટીમ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરીને યુવકને સલામત બચાવી લેવામાં આવ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: સમગ્ર ગુજરાત માં હાલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે છેલ્લા એક સપ્તાહ થી સમગ્ર ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ઉપરવાસ માં પડી રહેલા સતત વરસાદને પગલે નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા અશ્વિન અને મેણ નદી માં હાલ પુર ની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદી તરફ નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે, તેમ છતાં ઘણીવાર લોકો નદી તરફ જતા હોય છે અને ગંભીર ઘટના સામે આવતી હોય છે આવી જ એક ઘટના તિલકવાડા તાલુકાના રામપુરી અને પીછીપુરા ગામ વચ્ચે આવેલી અશ્વિન નદીમાં બની છે અશ્વિન નદી ઉપર આવેલો કોઝવે ખૂબ જ નીચી સપાટીનો હોય ત્યારે ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે હાલ અશ્વિન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઇ છે અને બ્રિજ ઉપરથી ધસમસતા પાણી પસાર થઈ રહ્યા છે. જેમાં ગત રોજ રાત્રિના રાજસ્થાનના ગંગાપુર જિલ્લાના દાતાસુતિ ગામનો રવિરાજ ફૂલમીના નામનો એક યુવક પોતાની પીકઅપ ગાડી લઈ રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિન નદી ના કોઝવે ઉપરથી પસાર થતો હોય ત્યારે અશ્વિન નદીના ધસમસતા પાણીમાં પીક અપગાડી સાથે ખેંચાઇ ગયો હતો અને બચાવ બચાવ ની બુમો પાડયાં બાદ સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા પરંતુ આ ઘટના ની જાણ થતાં જ તિલકવાડા PSI જે એમ લટા પોલીસ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને SDRF ની ટીમનો તાત્કાલિક જાણ કરતા આ ટીમ ત્યાં આવી પહોંચતા કલાકો ની મહેનત બાદ રેસ્ક્યુ કરીને યુવકને સલામત રીતે બચાવી લેવામાં આવ્યો છે. આમ નર્મદા પોલીસ કાયદો અને વ્યવસ્થા ની સાથે સાથે માનવતાવાદી કામો માં પણ નંબર વન જોવા મળે છે
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
