તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
ગુજરાતમાં ૬૬ લાખ મહિલાઓ સહિત કુલ ૨ કરોડ સભ્યો નોંધવાનો ભાજપનો લક્ષ્યાંક
પ્રદેશ સદસ્યતા અભિયાન પ્રારંભઃ મુખ્યમંત્રી પ્રથમ સભ્ય બન્યા

અમદાવાદમાં રાજય કક્ષાના પ્રદેશ ભાજપ સદસ્યતા અભિયાન પ્રારંભ પ્રસંગે સી.આર. પાટીલ ભુપેન્દ્રભાઇ પટેલ, રત્નાકરજી, કે.સી. પટેલ, વિજયભાઇ રૂપાણી, પરસોતમ રૂપાલા, રજનીભાઇ પટેલ, નીતિન પટેલ, જીતુ વાઘાણી વગેરે ઉપસ્થિત રહયા હતા.
રાજકોટ તા.૪: ભારતીય જનતા પાર્ટીનુ સદસ્યતા અભિયાન-૨૦૨૪નો પ્રારંભ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હી ખાતેથી કરાવ્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગઇકાલે પ્રાથમિક સદસ્યતા પ્રાપ્ત કર્યા પછી જણાવ્યું હતુ કે, દેશમા ભારતીય જનતા પાર્ટી જ એક માત્ર એવી પાર્ટી છે જે પક્ષના બંઘારણ મુજબ અક્ષરશઃ લોકતાંત્રિક પ્રક્રિયાનુ પાલન કરી કાર્યકર્તાઓનો વિસ્તાર કરી રહી છે. ગઇકાલે ગુજરાત રાજય ખાતે સદસ્યતા અભિયાનનો પ્રાંરભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને સદસ્યતા અપાવી કર્યો. આ કાર્યક્રમમા પ્રદેશના સંગઠનમહામંત્રીશ્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ, બોડકદેવ, અમદાવાદ ખાતે યોજાયો હતો. પ્રદેશ ભાજપ મીડીયા યજ્ઞેશ દવેએ જણાવ્યા મુજબ કેન્દ્રીયમંત્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલએ માર્ગદર્શન આપતા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી સમયે લોહી પસીનો એક કરી સંગઠન મજબૂત બનાવ્યુ છે. ગુજરાત સંગઠનની શિસ્ત અને સેવાકીય કાર્યોની નોંધ અન્ય રાજયોએ લેવી પડે તે માટે કાર્યકર્તાઓ અને આગેવાનોને અભિનંદન. ભારતીય જનતા પાર્ટી જ એક માત્ર એવી પાર્ટી છે જે દર છ વર્ષે સદસ્યતા પુર્ણ કરી નવા સદસ્યતા બનાવવાની પ્રક્રીયા કરે છે. નવી દિલ્હી ખાતે નરેન્દ્રભાઇ મોદીએ સભ્ય બની આ અભિયાનનો આરંભ કરાવ્યો છે. પ્રાથમિક સભ્ય બનાવ્યા પછી સક્રિય સભ્ય બનાવવાના વિનંતી કરી. ગુજરાતમા આ વખતે ૨ કરોડ જેટલા સભ્ય બનાવવા પ્રયાસ કરવાનો છે.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, આગામી ૧૫ અને ૧૬ તારીખે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વિવિધ કાર્યક્રમમા ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પહેલી વખત ગુજરાત આવી રહ્યા હોય ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરી સંગઠનની એકતા બતાવવાનો પ્રયાસ કરીશું. પ્રાથમિક સભ્યો અને પેજ સમિતિના સભ્યો વચ્ચેના તફાવત અંગે પણ વિસ્તળત માહિતી આપી હતી. લોકસભા અને વિઘાનસભામા ૩૩ ટકા અનામતનો લાભ મળવાનો છે ત્યારે મહિલાઓ પણ સંગઠનમા ૩૩ ટકાના ભાગીદાર બને અને અંદાજે ૬૬ લાખ જેટલા સભ્યો મહિલાઓ બને તેવો પ્રયાસ કરવામા આવે. સદસ્યતા મેળવ્યા પછી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આપણે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના છીએ તેનુ ગૌરવ આપણને છે. દેશને પ્રથમ રાખી સેવાકીય કાર્યો કરે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. સામાન્ય કાર્યકર થી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવુ તે ભારતીય જનતા પાર્ટીમા જ થઇ શકે. દેશમા આજે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ દેશના ગળહમંત્રીશ્રી અમિતભાઇ શાહનું માર્ગદર્શન આપણને મળી રહ્યુ છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
