તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
છેલ્લા 24 કલાકમાં રાજ્યના198 તાલુકામાં વરસાદ :વાલિયામાં 6 ઈંચ અને નેત્રંગમાં 5 ઈંચ ખાબક્યો
રાજ્યના 4 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ:19 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 49 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 198 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ભરૂચના વાલિયામાં 6 ઈંચ જ્યારે નેત્રંગમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ભરૂચના ઉમરપાડા અને વલસાડમાં પણ 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જાણો અન્ય ક્યાં તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો છે.
રાજ્યના 4 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ જ્યારે 19 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કુલ 49 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.
આજે હવામાન વિભાગ દ્વારા ભરૂચ, બનાસકાંઠા, સુરત, નવસારી, તાપી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગમાં ભારે વરસાદ થઇ શકે છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
