<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

એએમસીના વિપક્ષી નેતાનો આક્ષેપ

અમદાવાદમાં પ્રિ-મોનસુન કામગીરી માટે લેવાયેલ વર્લ્‍ડ બેંકની ૩ હજાર કરોડની લોન ધોવાઇ ગઇ : શેહઝાદખાન પઠાણ

અમદાવાદ, તા. ૪ :  અમદાવાદ શહેરમાં પ્રી મોનસુનની કામગીરી કરવા માટે વર્લ્‍ડ બેંક પાસેથી  સરકાર દ્વારા ૩૦૦૦ કરોડની લોન લેવામાં આવી હતી. ત્રણથી ચાર દિવસના વરસાદમાં અમદાવાદ શહેર જળબંબાકાર થઈ જતા અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે કે તાજેતરમાં પડેલ વરસાદમાં વર્લ્‍ડ બેંકની ૩૦૦૦ કરોડની લોન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. AMC વિપક્ષ નેતાએ જણાવ્‍યું હતું કે અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં નગરજનો કુદરતી આપત્તીનો ભોગ ના બને, પાણી ના ભરાય, ડ્રેનેજ બેક ના મારે તેવી તમામ બાબતોને ધ્‍યાનમાં લઇ ડીસેમ્‍બર-૨૦૨૨માં સત્તાધીશો દ્વારા અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્‍યાના કાયમી ઉકેલ બાબતે નવા સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ બનાવવા તેમજ જુની ડેનેજ લાઇનનોનું અપગ્રેડેશન કરવા વર્લ્‍ડ બેંક પાસેથી ૩૦૦૦ કરોડની લોન લેવાનું કામ મંજુર કરવામાં આવેલ અને તે સમયે પોકળ દાવા કરેલ કે, આ કામો થવાથી હવે અમદાવાદ શહેરમાં વોટર લોંગિંગની સમસ્‍યાનો કાયમી ઉકેલ આવશે. વિપક્ષ નેતાએ ઉમેર્યું હતું કે ડ્રેનજ લાઈનો ડી-સિલ્‍ટીંગ કરવા તથા મેનહોલ તથા કેચપીટોની સફાઈ કરવા બાબતના કરોડો રૂપિયાના કામો મંજુર કરેલ હતાં. જો ખરેખર કામો થયાં હોય તો વરસાદમાં અમદાવાદ શહેરની પ્રજા હેરાન પરેશાન કેમ થઈ? શહેરના મોટા ભાગના વિસ્‍તાર પાણી કેમ ભરાયાં? આ તમામ બાબતોથી પુરવાર થાય છે કે કામો માત્ર કાગળ પર જ થવા પામેલ છે. ટ્રાફિક જામ થવાની તથા પાણી ભરાવવાની આફત કુદરત સર્જીત કરતાં તંત્ર/માનવ સર્જીત વધુ હોવાનું ચિત્ર ઉભું થયેલ છે.

(2:49 PM IST)