તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
મહિલા ધારાસભ્ય તરફ અભદ્ર ઇશારા કરનારની ધરપકડ

વડોદરા : હરણી વિસ્તારમાં પૂરની કપરી સ્થિતિ દરમિયાન ભાજપના આગેવાનો વિરળધ્ધ જાહેરમાં ઉચ્ચારણો કરી મહિલા ધારાસભ્ય સામે અભદ્ર ઇશારા કરનાર વેપારી સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી ધરપકડ કરી છે. હરણીની મોટનાથ રેસિડેન્સી નજીક સિલ્વર ઓક રેસિડેન્સી તેમજ તેની આસપાસના વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં લોકોને ત્રણ દિવસ સુધી લાઇટ,પાણી તેમજ આવશ્યક ચીજવસ્તુઓ વગર ટળવળવું પડયું હતું.
બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી રાવપુરામાં ફાયર સેફ્ટીના સાધનોનો વેપાર કરતા કુલદીપ સૂર્યકાન્ત ભટ્ટ (૪૫ વર્ષ,રહે.રુદ્રા સોસાયટી,અંબાલાલ પાર્ક, કારેલીબાગ) સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
