<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

ગેરકાયદે ડબ્‍બા ટ્રેડીંગના મુખ્‍ય આરોપી દીપક ઉર્ફે ડીલક્ષની કરોડોની સંપત્તિ અંગે એસએમસી દ્વારા તપાસ

ડીસા, ભાભર, અમદાવાદ, દુબઇમાં જમીન-મકાન-ઓફીસો અને લકઝરીયસ કારોનો માલીક છે દીપક ઉર્ફે ડીલક્ષ

રાજકોટ, તા., ૪: સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદના માધુપુરા પોલીસ સ્‍ટેશનમાં ર૦ર૩ ની સાલમાં નો઼ધાયેલા ઓનલાઇન ક્રિકેટ બેટીંગના ગુન્‍હામાં છેક દુબઇથી પ્રત્‍યાપર્ણ  દરખાસ્‍તના આધારે ધરપકડ કરવામાં આવેલા મૂળ ડીસાના વતની દિપક ઉર્ફે ડીલક્ષ ધીરજલાલ ઠક્કરને ૬ દિવસ રીમાન્‍ડ પર મેળવાયો છે. આ દરમિયાન તેના ઘરની જડતી દરમિયાન ૪ાા લાખ રૂપીયા રોકડા મળી આવ્‍યા હતા તેમજ તેના અને તેમના કુટુંબીજનોના નામે કરોડોની સંપત્તિ હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્‍યું છે.

એસએમસીના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલીપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી તપાસ દરમિયાન દિપક ઉર્ફે ડીલક્ષના અને તેના પરિવારના નામે ડીસાના પાટણ રોડ ઉપર રેલ્‍વે ફાટક પાસે છેલ્લા ૩ વર્ષથી એક સીએનજીનો પંપ છે જે જુના ડીસામાં રહેતા ફિરોજભાઇ ચલાવતા હોવાનું બહાર આવ્‍યુ઼ છે. આ ઉપરાંત ડીસાની નિલકમલ સોસાયટીમાં ૧ર૦૦ ફુટના ૩ પ્‍લોટ, રાજકમલ પાર્કમાં ૧૩૭પ ફુટ જગ્‍યામાં તેના અને તેની પત્‍નીના સંયુકત નામે મકાન, ડીસામાં પાલનપુર હાઇવે પર ડીસન્‍ટ હોટલ નજીક ૪૯પ૦ ફુટનો પ્‍લોટ, એપીએમસી ભાભરમાં એક દુકાન,એપીએમસી ડીસામાં એક દુકાન, ભાભરમાં ૧૧ વિઘા ખેતીની જમીન, ડીસામાં ૧૧ વિઘા ખેતીની જમીન, અમદાવાદ પકવાન ૪ રસ્‍તા પાસે ટાઇટેનીયમ-૧ બિલ્‍ડીંગમાં બે ઓફીસ અને બે દુકાનો,  અમદાવાદ આનંદનગર વિસ્‍તારમાં પીએન ટીસી બિલ્‍ડીંગમાં બે ઓફીસ, અમદાવાદ સાઇન સીટી બેબીલોન કલબ પાછળ ૩૬૦૦ વારનો પ્‍લોટ, અમદાવાદ ભુયંગદેવ ૪ રસ્‍તા પાસે કાલુપુર બેંકમાં લોકર, સતાધાર ચાર રસ્‍તા પાસે કોટક મહિન્‍દ્રા બેંકમાં એક લોકર, હોન્‍ડા કંપનીની બ્રિયો કાર તથા ટોયેટો કંપનીની ઇનોવા જે બંનેનો રજીસ્‍ટ્રેશન નંબર ૪૯૮૧ અને દુબઇમાં નિશાન કંપનીની ફોરવ્‍હીલ સહીતની સ્‍થાવર અને જંગમ મિલ્‍કત એસએમસીએ તપાસ દરમિયાન નોંધી છે. તેની સાથે સંકળાયેલ અસંખ્‍ય બુકીઓ વિષે હજુ પણ તપાસ ચાલુ છે.

(4:04 PM IST)