<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની બે ચીમનીને સ્ક્રેપ કરાઇ :સેફ્ટી સાથે બ્લાસ્ટિંગ કરી બન્ને ચીમનીને તોડી પડાઇ

-- બંને ચીમનીમાંથી 240 મોગાવોટ વીજળીનું ઉત્પાદન કરાતુ હતુ. બંને ચીમનીની સમય મર્યાદા પૂર્ણ થતી હોવાથી તોડી પાડી

તાપી: ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની બે ચીમનીને સ્ક્રેપ કરાઇ. એક અને બે નંબરની ચીમનીને જમીનદોસ્ત કરાઇ છે. સેફ્ટી સાથે બ્લાસ્ટિંગ કરી ચીમનીને તોડી પડાઇ છે. બંને ચીમનીમાંથી 240 મોગાવોટ વીજળીનું ઉત્પાદન કરાતુ હતુ. બંને ચીમનીની સમય મર્યાદા પૂર્ણ થતી હોવાથી તોડી પાડી છે . બંને ચીમનીની જગ્યા પર નવો 800 મેગાવોટનો પ્લાન્ટ નખાશે. નવા 800 મેગાવોટના પ્લાન્ટનો રીપોર્ટ એપ્રૂવલ માટે મોકલાયો છે. એપ્રૂવલ થયા પછી નવા પ્લાન્ટની કામગીરી શરૂ થશે. .  

(6:39 PM IST)