<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

વિધાનસભામાં પસાર થયેલુ સ્પેશ્યલ કોર્ટ બિલ રાષ્ટ્રપતિને મોકલાયુ

આવક કરતા વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચારના કેસોમાં સંપત્તિ જપ્તીની બિલમાં જોગવાઈ ; રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ કાયદો ગુજરાતમાં અમલી બનશે

ગાંધીનગરઃ વિધાનસભામાં પસાર થયેલુ સ્પેશ્યલ કોર્ટ બિલ રાષ્ટ્રપતિને મોકલાયુ છે. બિલ મંજૂરી માટે રાષ્ટ્રપતિને આ બિલ મોકલી આપવામાં આવ્યું છે. આવક કરતા વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચારના કેસોમાં સંપત્તિ જપ્તીની બિલમાં જોગવાઈ છે. સ્પેશિયલ કોર્ટ બિલ વિધાનસભા ગૃહમાં સરકારે પસાર કર્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ કાયદો ગુજરાતમાં અમલી બનશે. અન્ય ચાર બિલને રાજ્યપાલે મંજૂરી આપતા હવે તેની અમલવારી નિયમો બનાવી શરૂ કરાશે. ગુજરાત કાળા જાદુ અન નિર્મૂલન બિલને રાજ્યપાલે મંજૂરી આપી છે.

(6:57 PM IST)