તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી: 17 બેઠકો માટે માત્ર 17 ઉમેદવાર મેદાનમાં :હવે બેંકની ચૂંટણી નહીં યોજાય; તમામ બેઠકો બિનહરીફ
બેંકના ઇતિહાસમાં બીજી વખત બેન્ક સમરસ બની :પૂર્વ ઉધોગ મંત્રી અને ક્ષેત્રમા પ્રભાવી સ્વ. અનિલ પટેલના પુત્ર આનંદ પટેલે ઉમેદવારી નોંધાવી હતી એમણે પણ ઉમેદવારી પાછી ખેંચી :સાસંદ હરિભાઈ પટેલ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ,ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ,જયશ્રીબેન પટેલનો પૂર્વ સાસંદ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલના પ્રયાસ થી ચૂંટણી ટાળી શકાઇ

મહેસાણા અર્બન બેંકની ચૂંટણી ઇતિહાસમા બીજી વખત સમરસ રહી છે. દેખીતી રીતે પાટીદારોના સૌથી મોટા સમૂહના આધિપત્ય ધરાવતી આ બેંક છે. જ્યા ભારતમા પહેલીવાર નવા મલ્ટીસ્ટેટ કો- ઓપરેટિવ એક્ટ હેઠળ સરકારે ચૂંટણી અધિકારી નિયુક્ત કર્યા હતા
ગુજરાતની કો- ઓપરેટિવ બેંકો પૈકી ધનાઢ્ય ગણાતી મહેસાણા અર્બન બેંકમા પહેલીવાર પૂર્વ ઉધોગ મંત્રી અને ક્ષેત્રમા પ્રભાવી સ્વ. અનિલ પટેલના પુત્ર આનંદ પટેલે ઉમેદવારી નોંધાવી હતી એમણે પણ ઉમેદવારી પાછી ખેંચી છે.
મહેસાણા 17 બેઠકો માટે માત્ર 17 ઉમેદવાર જ મેદાનમાં હોય હવે બેંકની ચૂંટણી નહીં યોજાય, તમામ બેઠકો બિનહરીફ છે
૧ જગદીશભાઈ પી પટેલ
૨ નરોત્તમભાઈ સી પટેલ
૩ ઉપેન્દ્રભાઈ કાંતિલાલ
૪ વિનોદકુમાર બાબુલાલ
૫ લીલાચંદ હરગોવનદાસ પટેલ
૬ રાજેશકુમાર જયંતીલાલ
૭ હિતેન્દ્ર કુમાર માધવલાલ પટેલ
૮ ચંદુભાઈ ઈશ્વરભાઈ પટેલ
૯ ઉદયભાઇ મોહનભાઈ પટેલ
૧૦ ગણપતભાઈ કાશીરામભાઈ પટેલ
૧૧ ભાઈલાલભાઈ મફતલાલ પટેલ
૧૨ કાંતિલાલ કાળીદાસ પટેલ
૧૩ ડોક્ટર અનિલ કુમાર દ્વારકાધીશ પટેલ
૧૪ ખોડાભાઈ નારસંગભાઈ પટેલ.
૧૫ જાગૃતીબેન જીતેન્દ્રભાઈ પટેલ
૧૬ કોકીલાબેન નટુભાઈ પટેલ
૧૭ લક્ષ્મણભાઈ વણકર
સાસંદ હરિભાઈ પટેલ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ,ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ,જયશ્રીબેન પટેલનો પૂર્વ સાસંદ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ના પ્રયાસ થી ચૂંટણી ટાળી શકાઇ છે
બેંકના ઇતિહાસમાં બીજી વખત બેન્ક સમરસ બની છે
મલ્ટી સ્ટેટ કાયદા મુજબ પહેલી વખત જિલ્લા કલેકટરના અધ્યક્ષ પદે ચૂંટણી યોજાઈ હતી
મહેસાણા જિલ્લાની મહેસાણા અર્બન બેંકના 17 ડિરેકટરો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. 17 ડિરેક્ટર માટે ચૂંટણી જાહેર થઈ હતી. આ 17 ડિરેકટરો માટે 97 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં. 97 માંથી 80 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાઇ જતા, બાકી રહેલા 17 ઉમેદવારોન બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
7 વાગ્યા સુધી બાકીના ઉમેદવારોની ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી હતી. પૂર્વ ડિરેક્ટર ડી એમ પટેલે પણ તેમનુ ફોર્મ પરત ખેંચીને સત્તાધારી પેનલના સભ્યોને ટેકો આપ્યો. ડી એમ પટેલ ની પેનલના 5 સભ્યો અને સત્તાધારી પેનલના 12 સભ્યો નક્કી કરાયા હતા.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
